________________
28
OST
રત્નત્રયી ઉપાસના
–
“અબ્યુઠિઓ” અને “આયરીય ઉવક્ઝાએ” દ્વારા ક્ષમાપના કેમ?
જવાબ : જિનશાસનમાં કષાયમુક્તિ સૌથી મહત્વની છે. કષાયમુક્તિ દ્વારા જ મોક્ષ પ્રાપ્તિ સુલભ થઈ શકે. તે કષાયમુક્તિ માટે. એક એક વસ્તુને ખમાવવા વંદિતુ છે. “અભુઠિઓ” દ્વારા ગુરુભગવંત પાસે થયેલા અપરાધોને. તથા “આયરિય ઉવજઝાય” દ્વારા આચાર્યોથી માંડીને સમસ્ત જીવરાશીને ખમાવવાની છે. તે પણ લલાટે હાથ લગાડીને પશ્ચાત્તાપના ભાવ સાથે સ્ટેજ માથું નમાવવા પૂર્વક ! કારણકે. અહિં આપણાં અભિમાનને ભુલી જવાનું છે. અહંકારને બાજુ પર મુકીને કષાય મુક્તિ મેળવવાની છે.
* અહિંચોળુ આવશ્યક પૂર્ણ થયું હવે પાંચમું આવશ્યક કાયોત્સર્ગ શરૂ થાય છે.
કરેમિ ભંતે : સમભાવની વૃદ્ધિ માટે કરેમિભંતે અને અહિંથી પાંચમું આવશ્યક કાઉસ્સગ્નનો પ્રારંભ થાય છે.
ઈચ્છામિઠામિ : ત્યારબાદ ચારિત્રાચારની શુદ્ધિ માટે તથા ચારિત્રવિરાધના ના પાપનિવારણાર્થે ૨ લોગસ્સ અને દર્શનાચાર તથા જ્ઞાનાચારની શુદ્ધતા માટે ૧-૧ લોગસ્સનો કાઉસ્સગ્ન કર્યા બાદ દર્શનજ્ઞાન-ચારિત્રની શુદ્ધિ થવાથી તેનું નિરતીચાર પાલન થાય તે માટે અને એ કાર્ય સુંદર રીતે પૂર્ણ થયેલ હોવાથી સિદ્ધાણંબુદ્ધાણં સુત્ર દ્વારા સિદ્ધ ભગવંતને વંદન કરીને ખુશાલી મનાવવાની હોય છે.
ત્યારબાદ મૃતદેવતા તથા ક્ષેત્રદેવતાની પ્રસન્નતા માટે અને આપણું પ્રતિક્રમણ તથા મોક્ષમાર્ગની સાધના નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાની સ્તુતિ કરવાની છે. આપણે વિરતીધર હોવા છતાં અવિરતીધર... પરંતુ નિર્મલ સમ્યગ્દર્શનના ત્થા શાસન રક્ષાની વિશેષ બાવન શક્તિના ધારક હોવાથી દેવ-દેવીઓનું સ્નેહે સ્મરણ કરવાનું છે. દેવોને પ્રણામ કરવાના છે. કારણ કે તેમાં ઔચિત્યપાલન છે. અને ત્યારબાદ મંગલરૂપે નમસ્કાર મહામંત્ર બોલીને... મુહપત્તિ તથા વાંદણા દ્વારા છઠ્ઠા આવશ્યક પચ્ચકખાણમાં પ્રવેશ કરવાનો છે. અને ત્યારબાદ છ એ છ આવશ્યક પુરા થયા એની ખુશી નિમિતે “નમોસ્તુ વર્ધમાનાય”
દનિયાને તારી બનાવવા કરતાં. તમે જ દનિચાનાં બની જાવ ને !