________________
26
ની TS રત્નત્રયી ઉપાસના આવી છે. પ્રતિક્રમણ પોતાના પાપને યાદ કરી કરીને કરવાનું હોય છે એટલે તેનું સ્મરણ કાર્યોત્સર્ગમાં સારી રીતે થાય તેથી નાણમ્મિ દ્વારા પાપોને યાદ કરવામાં આવે છે. ત્યારબાદ લોગસ્સ બોલવામાં આવે છે. અહીં લોગસ્સ બોલીએ ત્યારે બીજા આવશ્યકનો પ્રારંભ થાય છે. લોગ દ્વારા ચોવીસ ભગવાનને નમસ્કાર કરીને એમનું શરણ સ્વીકારીને ત્રીજા આવશ્યક વાંદણામાં પ્રવેશ કરીએ છીએ. સંપૂર્ણ સમતાના સ્વામી શ્રી તીર્થકરોને બીજા અને ઘણી સમતાનાધારક શ્રી સાધુજીને ત્રીજા આવશ્યકથી વંદના કરી.
મુહપત્તિ: વાંદણા વખતે શરીર પર રહેલા કોઈપણ નિદોંષ જીવો હણાઈ ન જાય તે માટે ર૫ બોલથી શરીરની અને રપ બોલથી મુહપત્તિનું પડિલેહણ કરવામાં આવે છે. જેમાં આત્માના દોષોને પરિહરવા અને ગુણોને આદરવા પહદયનું જ પડિલેહણ થાય છે.
વાંણા (દ્વાદશાવર્તવં%):ગુરૂવંદન કરવામાટેઃ આવર્ત૪ શિષનમન, સત્તર સંડાસા વગેરે રપ આવશ્યક દ્વારા વંદન કરવામાં આવે છે.
દેવલીઅંઆલોઉં: આખા પ્રતિક્રમણમાં એક એવો વિભાગ છે કે જેમાં સાધુ, પોષાર્થી તેમજ શ્રાવકો પોતાના પાપોની આલોચનાની ક્રિયા નાના-નાના દોષોને પણ યાદ કરી વિસ્તારપૂર્વક, દુઃખતા દિલે અને ફરી ન કરવાના ભાવપૂર્વક કરી શકે.
સાધુ ભગવંત : ઠાણે કંમણે ચંકમણે બોલી..... પોષાર્થી શ્રાવક : ગમણા ગમણે બોલી.....
(આ સૂત્રમાં ૮૪ લાખ જીવોની યોનીઓ ગણાવવાપૂર્વક તેની હિંસાનું ત્રિવિધ-ત્રિવિધે મિચ્છામિ દુક્કડં દેવાય છે.)
અને સાદા શ્રાવકો : સાતલાખ તથા ૧૮ પાપસ્થાનક સૂત્ર બોલી અને પોતપોતાના પાપનું પ્રક્ષાલન કરે છે.
સવ્યસ્સવિ: સવ્યસ્તવિ સૂત્ર દ્વારા દિવસે ચિંતવેલા ખરાબ ચિંતન ભાષણ અને પ્રવર્તનને દૂર કરવા ગુરુભગવંતને પૂછવાનું છે. ગુરુદેવ !
સમજીને અલ્પભાષી થનારને પશ્ચાત્તાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે.