________________
14
રત્નત્રયી ઉપાસના
ના ઠરશે કોઈ ઠામ
ભવોભવ ના મળશે મુક્તિનું ધામ-દુનિયામાં. ★
શાંત થઈ વ્યાકુ ળતા તપ તપતાં ફરીવાર કરતાં આતમ-સાધના પામ્યા લબ્ધિ અપાર. એક દિન છઠ્ઠને પારણે મુનિ ગોચરીયે જાવે ગણિકાને આંગણિયે ઉભી ધર્મ લાભ સંભળાવે ! ‘ધર્મલાભથી શું વળે અહીં અર્થલાભનું કામ ! વિરાગનો આશ્રમ નથી આ તો વિલાસનું વિશ્રામ ધરમ કરમ કે સાધુતાની શુષ્ક નહિ કોઈ વાતો સ્વર્ગ સુખની રસ નીતરતી રંગ ભરેલી રાતો હીરા-માણેક રત્ન રૂપૈયા સુવર્ણનું છે કામ એવું કાંઈ બતાવો તો મુનિ તમને કરૂં પ્રણામ !'
વારાંગનાના આ વચનોથી મુનિને મ્હેણું વાગ્યું વરસોની ઉગ્ર તપસ્યાનું ફળ આજ એને ખપલાગ્યું! મંત્ર બળે પળવારમાં એણે અખૂટ ધન પ્રગટાવ્યું; ‘લે સુંદરી અર્થ લાભ લઈ લે' એમ કહીમે’ણું ભાંગ્યું! ★
રૂપસુંદરીને મ્હાત કરીને મુનિવર પાય ઉપાડે ઝટપટ આગળ દોડી જઈને ઉભી બારણા આડે ! ★ ‘કોણ ભોગવશે આ ભોગ ? જુવાન જોગી ! ફરી ફરી નહિ આવશે રે આવો સુંદર યોગ ! ઉઘડતુ આ રૂપને યૌવન ફુલ સુકોમળ કાયા પંથ ભૂલીને કાં ભટકો છો કોઈના ભરમાવ્યા ?! જન્મ જનમનું પ્રેમમિલન આ કેવો સુભગ-સંયોગ !’ એકાએક સ્મરણ પટે આવ્યાં પ્રભુના વેણ નંદીષેણ મુનિ તણું પલટ્યું જીવન-વહેણ !
ન જાવો
દૂર કરે પાતક બધાં, કરે સંકમાં સંહાય; કલ્પવૃક્ષ કામધેનુ સમો, નવકાર મંત્ર છે ભાઈ.