________________
મુનિ નંદીષણ
STહન્દ્ર
13
ઈદ્રિયો સામે સંગ્રામે સર્વ શકિતથી ઝૂમે. એ તો ભૂલી દેહનું ભાન પળપળ પામે સાચું જ્ઞાન.
મન મજબૂત બનાવીને બાળે મોહ-વિકાર સ્મરણે ચઢે પ્રભુ વીરના વચનો વારંવાર, કોમળ કાયા કષ્ટથી કીધી ખૂબ કઠોર તોયે ચંચળ ચિતડું થાતું સાવ નઠોર !
ઘેલું થા મા, ઘેલું થા મા !
ઓ રે મનડા, ઘેલું થા માં ! મોહ થકી મેલું થા મા ! ખૂબ દમી દમી સુકવી કાયા તો ય ન કેડો મૂકતી માયા અણગમતું ગીતડું ગા મા ! ઘેલું થા મા ! જોગ મહીં છે દોહ્યલું જીવવું ભોગ થકી તો બહેતર મરવું જાવું નથી ત્યાં જ મા !
વ્યાકુળ ઉર મુનિ તણું કરતું લાખ વિચાર; અપજશ પામી જીવવું એ જીવતર ધિક્કાર !' પહાડ ઉપર ઊંચે ચઢ્યા કરી દીધો નિરધાર; આપઘાતને કારણે મુનિ થયા તૈયાર !
જાગ્યો જાગ્યો આતમરામ
આ તો કાયરનું છે કામ દુનિયામાં લજવાશે રે મહાવીર કેરું નામ !
આપઘાતથી કમ છૂટે ના પાપ કર્યાથી પાપ ખૂટે ના
ગ્રહો ચરણ પરમેષ્ઠિનાં, આપે સિદ્ધિ અપાર, જન્મ-મરણ ફેરા ટળે આપે સિદ્ધિ સાર.