________________
12
રત્નત્રયી ઉપાસના
અદ્દભૂત બજાર. શત્રુંજય એટલે મુક્તિનગરનો પાસપોર્ટ, શત્રુંજય એટલે અલૌકિક યાત્રાધામ. શત્રુંજય એટલે શાશ્વતું વિશ્વ, શાશ્વતો ગિરિરાજ.
“શ્રી શત્રુંજયના નારા” શ્વાસે શ્વાસે સો સો વાર ગિરિવર વંદન વારંવાર સિદ્ધગિરિ સિધ્યા અનંતા કોડ ભાવે વંદુ બે કરોડ સિદ્ધાચલ સિદ્ધરાજ કી જય બોલો ગિરિરાજ કી સર્વ જીવોની એક અવાજ જગમાં ચમકે જય ગિરિરાજ વિમળાચળને લાખો વંદન વંદન હોજો નાભિનંદન શત્રુંજયના અણુ અણુમાં મોક્ષ માર્ગનો ગુંજે નાદ સર્વ જીવોનો એક રણકાર શત્રુંજયનો જય જયકાર
圖5
મુળિ હદીષણ પૂર્વ ભૂમિકા
એક દિવસ ભગવાન મહાવીર રાજગૃહીના ઉદ્યાનમાં પધાર્યા. મગધપતિ શ્રેણિકના પુત્ર કુમાર નંદીષેણે ભગવાન પાસે દીક્ષા લેવાની ઈચ્છા પ્રદર્શીત કરી. પ્રભુએ એની ભાગ્યરેખા વાંચીને કહ્યું કે તારે તો હજી સંસારમાં ઘણાં ભોગ ભોગવવાના બાકી છે. પરંતુ નંદીષેણે અત્યંત આગ્રહ કરીને દીક્ષા લીધી. ભગવાને ભાખેલી વાણીને નિષ્ફળ કરવા મુનિ નંદીષેણે ભગીરથ પ્રયત્ન કર્યા પણ...લખ્યાં લેખ થોડાં મિથ્યા થાય છે ? અને પછી...?
| મુનિ નંદીષેણ. માથે અરિહંતની આણ, ચાહે આતમની ઓળખાણ ચાલ્યા જાય રે એક જોગી કરવા કાયાનું કલ્યાણ. આભે ચંદ્ર હોય કે ભાણ, એ તો સદા રહે અણજાણ. વિષય-વાસના નિર્મૂળ કરવા વનવગડામાં ઘૂમે
બ્રહ્માસ્ત્ર સમાન જાણજો, મહામંત્ર નવકાર; વિકટ વેળાએ આપતો, સાધક સહાય અપાર.