________________
10
રત્નત્રયી ઉપાસના
નવકારની પૂજા કરું, નવકારની જ ઉપાસના, નવકાર હરશે જનમજનમોની પુરાણી વાસના, નવકારની જ સુવાસથી મુજ આતમાં સુરભિત કરું, નવકાર કેરા જાપથી હું પાપ સંતાપો હરૂ. ૬ નવકાર અમરકુમારને અગ્નિથકી રસી ગયો, ' નવકાર વાનરનેય ઊંચુ દેવપદ બક્ષી ગયો, નવકાર બળથી શિવકુમારે ભૂતભય જીત્યો હતો, નવકાર મારા રોમરોમે ગીત થઈને ગુંજતો. ૭ અરિહંત ભગવંતો અને શ્રી સિદ્ધિ ભગવંતો સહુ, આચાર્યભગવંતો, ઉપાધ્યાયો અને સાધુ સહુ, નવકારમાં શોભી રહ્યા, પાંચેયને વંદન કરું, આ પાપનાશક વંદનાથી હું મહામંગલ વરૂં . ૮. એક લાખ કે નવલાખ જાપે તીર્થકર પદ આપતો, નવલાખ જાપે નરકગતિના દુઃખ દુર્ગમ કાપતો, નવકાર શાન્તિ ને સમાધિ આપતો સંસારમાં, ભૂલું નહી નવકારને શ્રદ્ધા અને નવકારમાં. ૯ શ્રી સિદ્ધપદમાં હું બિરાજુ આવતા અવતારમાં, નવકારથી સંસારને વિસરું : ભળું નવકારમાં, આ ભાવના ધરનાર ને મહામંત્ર આ ચોક્કસ ફળે, નવકારના સાધક સહુને પ્રશમમય શિવપદ મળે. ૧૦
| 圖
સુષુપ્તાવસ્થામાં છે ઘણી, શક્તિ અનંત અપાર; નવકાર મંત્રના જાપથી,તેસી જાગૃત થાય