________________
નવકાર વંદના
'
'' '
'
નવકાર વંદના
નવકાર મારા હૃદયમાં, નવકાર મારા જીવનમાં, નવકાર મારી આંખમાં, નવકાર મારા સ્મરણમાં, નવકાર મારા હોઠ પર, નવકાર મારા શ્વાસમાં, નવકાર મારો નાથ છે, નવકાર મારો આતમાં. ૧
નવકાર મારા ધ્યાનમાં, નવકાર મારા ગાનમાં, નવકાર મારા ચિત્તમાં, નવકાર મારા પ્રાણમાં. નવકાર મારા મસ્તકે, નવકાર મારી યાદમાં? નવકાર મારો નાથ છે, નવકાર મારો આતમા. ૨
નવકારની આરાધના જીવનતણો શણગાર છે, નવકારની શુભ સાધના સહુ મંત્રનો આધાર છે, નવકારના શરણે રહેવું એ જ મુજ નિર્ધાર છે, નવકાર પર જેને ભરોસો તે સહુ ભવપાર છે. નવકાર પાપોને હણે, નવકારથી કર્મો ટળે, નવકાર વિપદાને હરે, નવકારથી સિદ્ધિ મળે, નવકારને ભૂલી જનારા દુઃખના દરિયે પડે, નવકારને સમરે સતત તેને પર સંપદ ફળે. નવકારના એકક પદમાં તીર્થશતનો વાસ છે, નવકારનો પ્રત્યેક અક્ષર નિત્યને અવિનાશ છે, નવકારમાં પરમાતમાપદ આપનારી શકિત નવકાર મુજ સર્વસ્વ છે, નવકારમાં મુજ ભક્તિ છે.
૪
૫
ખેદ પ્રવૃત્તિ વિષે નહીં, મન ચંચળતા જાય; જાપ જપતાં નવકારનો, સહજ સમાધિ થાય.