________________
વિસCT, રત્નત્રયી ઉપાસના
રત્નત્રયી ઉપાસના
દેરાસરમાં જાય, (૪૯ થી ૫૧) છત્ર, પગરખાં અને શસ્ત્ર-ચામર વિગેરે વસ્તુ દેરાસરમાં લાવે, (પર) મનને એકાગ્ર ન રાખે, (૫૩) શરીરે તેલ વિગેરે ચોળ-ચોપડે, (૫૪) કુલ વિગેરે સચિત્ત દેરાસરની બહાર મૂકીને ન આવે, (૫૫) રોજના પહેરવાના દાગીના બંગડી વિગેરે પહેર્યા વિના (શોભા વિના) આવે, (૫૬) ભગવંતને જોતાં હાથ ન જોડે, (૫૭) અખંડ વસ્ત્રનો ખેસ પહેર્યા વિના આવે, (૫૮) મસ્તકે મુગટ પહેરે, (૫૯) માથા પર પાઘડી-કપડું બાંધે, (૬૦) હાર-તોરા વિગેરે શરીર પરથી દૂર ન કરે, (૬૧) હોડ બકે, (૬૨) લોકો હસે તેવી ચેષ્ટાઓ કરે, (૬૩) મહેમાન વિગેરેને પ્રણામ કરે, (૬૪) ગિલ્લીદંડા રમે, (૫) તિરસ્કારવાળું વચન કહે, (૬૬) દેવાદારને દેરાસરમાં પકડે, પૈસા કઢાવે, (૬૭) યુદ્ધ ખેલે, (૬૮) ચોટલીના વાળ ઓળે, (૬૯) પલાંઠી વાળીને બેસે, (૭૦) પગમાં લાકડાની પાવડી પહેરે, (૭૧) પગ લાંબા-પહોળા કરીને બેસે, (૭૨) પગચંપી કરે, (૩) હાથ-પગ ધોવા ઘણું પાણી ઢોળી ગંદકી કરે, (૭૪) દેરાસરમાં પગ કે કપડાંની ધૂળ ઝાટકે, (૭૫) મૈથુન ક્રીડા કરે, (૭૬) માંકડ જૂ વિગેરે વીણીને દેરાસરમાં નાખે, (૭) જમે, (૭૮) શરીરના ગુપ્ત ભાગ બરાબર ઢાંક્યા વિના બેસે, દેખાડે, (૭૯) વૈદું કરે, (૭) વેપાર લેવડદેવડ કરે, (૮૧) પથારી પાથરે, ખંખેરે, (૮૨) પાણી પીએ અથવા દેરાસરના નેવાનું પાણી લે, (૮૩) દેવી દેવતાના સ્થાન કરે, (૮૪) દેરાસરમાં રહે.
ઉપર કહેલ સર્વે આશાતનાઓથી દૂર રહી પાપમાંથી બચવું જોઈએ. આપણા આત્માની જે શાતના કરે તે આશાતના. એટલે કે આત્મગુણોનો નાશ કરે તે આશાતના. તેના ફળ રૂપે આ જીવનમાં દુઃખ-દર્દ, મરતાં અસમાધિ અને નરકાદિ દુર્ગતિમાં જવું પડે છે. સાવધાન !!!
જગતનો મિત્ર, જાતનો પવિત્ર, ઉચું હોય જેનું ચારિત્ર એનું નામ ભક્ત.