________________
૮૭૧
સતી સુભદ્રાની કથા OCTS,
આ બધું સાસુથી ન સહેવાયું. તે સુભદ્રાના છિદ્રો નિહાળ્યા જ કરતી અને મનમાં બબડતી હતી કે આ વળી ઢોંગ શા ? વાતવાતમાં ધર્મ, ધર્મ ને ધર્મ ! ઓહો જુઓને ધરમની ઢીંગલી ન જોઈ હોય તો!
વાતે વાતે સાસુ સુભદ્રાને ધમકાવે. ઘડીએ ઘડીએ છણકા કરે. પરંતુ આ બધું અમૃતના ઘૂંટડાની જેમ સુભદ્રા ગળી જતી અને સાસુનાં વિનય-સેવા વગેરે કાર્યોમાં સતત તત્પર રહેતી હતી. એની ફરજનું એને સંપૂર્ણ ભાન હતું.
આમ દિવસો અને મહિનાઓ વીત્યા. એક વખત ચંપા નગરીમાં એક મહાન તપસ્વી સંતના પગલાં થયાં. જેઓ માસખમણનાં પારણે માસખમણની ઉગ્ર તપશ્ચર્યા દ્વારા જીવનને નિર્મળ અને પવિત્ર બનાવી રહ્યા હતા. પારણાના દિવસે તેઓ ગૌચરી માટે ગામમાં પધાર્યા. એવામાં ભારે વંટોળ ચઢ્યો અને એ તપસ્વીની આંખમાં એક તીક્ષ્ણ તણખલું ખેંચી ગયું.
તેઓ મહા ત્યાગી હતાં, શરીરની પરવા કરે તેવા ન હતાં, તેથી તેમણે આંખમાંથી તણખલું કાઢવાની દરકાર ન કરી. તેઓ ફરતાં-ફરતાં સુભદ્રાને ઘેર આવ્યા અને તેમણે ધર્મલાભ કહીને ઘરમાં પ્રવેશ કર્યો. પોતાને આંગણે ભિક્ષા માટે એક મહાતપસ્વી સંતને જોઈ સુભદ્રાને અત્યંત આનંદ થયો. તેણે વિનયપૂર્વક વંદના કરી અને સૂઝતો આહાર વહોરાવવાની તૈયારી કરી. એવામાં એની નજર મુનિનાં મુખ પર પડી. અને તેણે જાણી લીધું કે મુનિશ્રીની આંખમાં કંઈક પડ્યું છે જેથી તેમની આંખને નુકશાન થશે ! અરે આંખ તો કાયાનું મહાન રત્ન છે !
- સુભદ્રા ઘણી ચતુર હતી. તેણીએ તરત જ લઘુલાઘવી કળા દ્વારા પોતાની જીભથી મુનિશ્રીની આંખમાંથી તરણું કાઢી નાખ્યું. આ કાર્ય તેણે એટલી ઝડપથી કર્યું કે જાણે કંઈ જ બન્યું નથી.
- મુનિશ્રીને તો કંઈ ખબર જ ન પડી. ' સુભદ્રાનું હૃદય હર્ષથી પુલકિત બન્યું કે મેં ઠીક સેવા બજાવી. પછી તેણે સૂઝતો આહાર વહોરાવ્યો, એટલે મુનિ ત્યાંથી ધર્મલાભ આપી ઘરની બહાર નીકળ્યા. ત્યાં સુભદ્રાની સાસુએ મુનિને જોયા અને જોતાં જ એ તો ચમકી ઉઠી: આ શું ? મુનિના કપાળમાં તિલક કેમ ?'
વાત એમ હતી કે, સુભદ્રાએ જ્યારે જીભ દ્વારા મુનિની આંખમાંથી
સાચા મિત્રની પરિક્ષા વિપત્તિના સમયે જ થાય છે.