________________
૮૯૨
રત્નત્રયી ઉપાસના
તણખલું કાઢ્યું, ત્યારે તેના કપાળમાં રહેલું કુંકુમનું તિલક મુનિશ્રીનાં કપાળે ચોંટી ગયું હતું
મિથ્યાત્વના રંગથી રંગાયેલી સુભદ્રાની સાસુ સુભદ્રાનાં દૂષણો જ ખોળતી હતી અને આજે આ તક મળી ગઈ એટલે પૂછવું જ શું? જ્યાં પોતાના પુત્રે ઘરમાં પગ મૂક્યો કે તેણીએ ધમપછાડા શરૂ કર્યા અને જેમાં તારી સ્ત્રીનાં ચરિત્ર ? રાંડે આપણા કુળને કલંકિત કર્યું ! એ અભાગણી કોઈને સુખે રહેવા નહીં દે !' વગેરે પ્રલાપો કરવા માંડ્યાં.
બુદ્ધદાસે કહ્યું: “માતાજી ! શી હકીકત છે ?’ માતાએ કહ્યું : “અરે બેટા ! શું કહું ? એ વાત કહેતાં મારી તો જીભ ઉપડતી નથી, એવું અધમ કામ આ રાંડે કર્યું છે ! રાંડને લાજ શરમે ય નથી હું તો બહાર જ બેઠી હતી, ધોળા દહાડે આવા દુષ્કૃત્ય ! અરે ધિકાર છે એના જનમારને !'
“બેટા ! વાત એમ બની કે હું ઘર બહાર બેઠી હતી અને એક જૈન સાધુ આપણે ત્યાં વહોરવા માટે આવ્યા તેની સાથે એણે કાળું કામ કર્યું.'
મને તો કહેતાં ય લાજ આવે છે. એ સાધુ ગયા ત્યારે એનાં કપાળમાં કુંકુમનું તિલક હતું! મેં મારી સગી આંખે જોયું. દીકરા ! શું કહું? તારી સ્ત્રી આવી અધમ અને કુલટા છે, એ નીચ સ્ત્રી આપણા ઘરમાં ન જોઈએ. ધરમનો દેખાવ કરે છે અને કામો આવાં કાળાં કરે છે.'
સાસુએ બુદ્ધદાસનો પારો બરાબર ચઢાવ્યો. પછી કંઈ બાકી રહે ? બુદ્ધદાસ આ વાત સાંભળી સળગી ઉઠ્યો, એને ભારે કોપ ચઢ્યો. તેણે સુભદ્રા સાથે બોલવાનું બંધ કર્યું. એટલું જ નહિ પણ તે તેને તિરસ્કારની નજરે જોવા લાગ્યો.
સુભદ્રા સતી હતી, પવિત્ર હતી, એના રૂંવાડામાં ય ખરાબ ભાવના નહોતી. એણે તો શુદ્ધ બુદ્ધિથી સેવાભાવે આ કાર્ય કર્યું હતું, પણ ભવિતવ્યતાએ પોતાનું તિલક મુનિના કપાળે ચોંટ્યું અને પોતાના શિરે આળ આવ્યું.
વધારામાં પોતાના નિમિત્તે એક ત્યાગી, તપસ્વી સાધુને કલંક લાગ્યું, એનું પણ એને અપાર દુઃખ હતું, એટલે તરત જ એણે અન્નપાન તજી દીધાં અને એવો નિર્ણય કર્યો કે જ્યાં સુધી આ કલંક ન ઉતરે ત્યાં સુધી કાઉસ્સગ્ગ ધ્યાનમાં જ રહેવું, એ તો કાઉસ્સગ્ન-ધ્યાનમાં લીન બની. એનાં શિયળના
સાચું જ્ઞાન હોય, ત્યાં હિંસા ન હોય, વેર ન હોય, રાગ દ્વેષ પણ ન હોય.