________________
૮૭૦
રત્નત્રયી ઉપાસના
પિતા અત્યંત ધર્મચૂસ્ત છે અને તે જૈન સિવાય બીજાની સાથે પોતાની પુત્રીને પરણાવવા ઈચ્છતા નથી, એટલે કામ પણ કપરું હતું, કારણ કે પોતે બુદ્ધનો અનુયાયી હતો અને આખું કુટુંબ બૌદ્ધ ધર્મ પાળતું હતું, પરંતુ તે મુશ્કેલીથી ડરી જાય તેમ ન હતો. ગમે તેવી મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢીને આગળ વધવું એ સિદ્ધાંતનો હતો. એટલે તેણે ઉપાયો વિચારવા માંડ્યાં અને તેમાં એક ઉપાય આબાદ હાથ આવી ગયો !
“જૈનધર્મના આચાર-વિચારનું જ્ઞાન મેળવી લેવું, એક ચુસ્ત જૈન તરીકે દેખાવ કરવો અને મુરાદ બર લાવવી.” એ રીતે થોડાક દિવસમાં બુદ્ધદાસે જૈનધર્મના આચાર-વિચાર જાણી લીધા અને એ ચુસ્ત શ્રાવક બન્યો.
| દગલબાજ દુના નમે એ ન્યાયે માયાવી શ્રાવક બની બુદ્ધદાસે સુભદ્રાના માતાપિતાનું ચિત્ત હરી લીધું. મંત્રીએ તેને જમવાનું આમંત્રણ આપ્યું,
ત્યાં બુદ્ધદાસે ખૂબ ત્યાગવૃત્તિ દાખવી, મારે અમુક દ્રવ્યનો ત્યાગ છે, અમુક વસ્તુનાં પચ્ચકખાણ છે વગેરે.
આ પ્રકારની બાહ્ય રીત-ભાતથી જિનદાસ મંત્રી આકર્ષાયા અને પોતાની પુત્રી સુભદ્રાને તેની સાથે પરણાવવાનો નિર્ણય કર્યો.
શુભ મુહૂર્તે સુભદ્રાનાં લગ્ન લેવાયાં. પતિ સાથે સુભદ્રા સાસરે સિધાવી. સુભદ્રાના માતા-પિતા મનમાં ખૂબ હરખાયા કે ઠીક યોગ્ય વર મળી ગયો. માથેથી મોટી ચિંતા ટળી.
રાખ ઢાંક્યો અગ્નિ ક્યાં સુધી છાનો રહે ? જરાક પવનના ઝપાટાથી જેમ રાખ ઉડ અને અગ્નિ પોતાનું સ્વરૂપે પ્રગટ કરે તેમ સૌએ પોત પ્રકાશ્ય. સુભદ્રાને એ વાતની ખબર પડી કે-આ બધા તો મિથ્યાત્વી છે, ખરેખર ! હું ઠગાણી, મારા માત-પિતા પણ ઠગાણા, પણ હવે થાય શું ? કહ્યું છે કે –
सकृत् जल्पन्ति राजानो, सकृत् वल्गन्ति साधवः । सकृत् कन्याः प्रदीयन्ते, त्रिण्येतानि सकृत् सकृत् ॥
(રાજાનું વચન એક હોય છે, સાધુઓ પણ એક વાર જ બોલે છે અને કન્યા પણ એક જ વાર અપાય છે.)
સતી સ્ત્રી મનથી પણ બીજા પતિને ચાહતી નથી. સુભદ્રા હંમેશા પોતાની ધર્મક્રિયામાં, આરાધનામાં લીન-તલ્લીન રહેતી હતી.
શ્રદ્ધા વગર કદી પણ, ભગવાનની અનુભૂતિ થવી શક્ય નથી.