________________
સતી સુભદ્રાની કથા
૮૬૯
* સતી સુભદ્રાની કથા જ અસંખ્ય વર્ષોના કાળના મોજાં ફરી વળવા છતાં ય જે મહાપુરૂષો અને મહાસતીઓની શુભ નામાવલી સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ પ્રતિદિન વહેલી સવારે આવશ્યક વેળાએ ભરફેસરની સઝાય ભણતાં સ્મરણ કરે છે અને પોતાની હા પાવન કરે છે, તેમનું જીવન કેટલું ઉચ્ચ અને આદર્શ હશે ? કેટલું નિર્મળ અને કેટલું પવિત્ર હશે ?
એ પવિત્ર આત્માઓના જીવન-ચરિત્રો શ્રવણ કરતા ભવ્યાત્માઓને અદ્ભુત પ્રેરણા મળે છે અને તે દ્વારા તેમનાં જીવન ઉન્નત અને ઉર્ધ્વગામી બને છે અને તેથી જ એ વારંવાર કહેવાય છે અને વિવિધરૂપે, વિવિધ સ્વરૂપે રજૂ થાય છે. અહીં સતી સુભદ્રાનું ચરિત્ર એ જ રીતે રજૂ કરીએ છીએ.
તે સમયની આ વાત છે, જ્યારે વસંતપુર નગરમાં રાજા છતશત્રુની આણ પ્રવર્તતી હતી અને જિનદાસ નામનો મહાબુદ્ધિશાળી મહામાત્ય તેનું રાજતંત્ર અવ્યાબાધ રીતે ચલાવતો હતો, એ મહામંત્રીને તત્વમાલિની નામની તત્ત્વજ્ઞા પત્ની હતી, તેની કૂક્ષીએ સુભદ્રાનો જન્મ થયો હતો. રૂપ રૂપના અંબાર સમી સુભદ્રા બુદ્ધિએ તીક્ષ્ણ હતી, જીવાજીવાદિ તત્ત્વોની ભારે જાણકાર હતી. દેવ-ગુરુ અને ધર્મની આરાધના એ એનું જીવનવ્રત હતું.
પ્રાતઃકાલના પદ્મની જેમ એનું યૌવન ખીલી ઉઠ્યું. સાથે લજ્જા, સંસ્કારિતા અને વિનયાદિગુણો પણ વિકાસ પામ્યા. જળથી ભરેલા સરોવરમાં જેમ પક્ષીઓનું આકર્ષણ સ્વાભાવિક જ થાય છે, તેમ રૂપલાવણ્ય અને સંસ્કારનો સુમેળ જામ્યો હોય ત્યાં લોકોનું આકર્ષણ થાય તેમાં નવાઈ નથી. મોટાં-મોટાં ઘરોમાંથી સુભદ્રાને માટે માગાં આવ્યાં. ખાનદાન ગણાતાં કુટુંબોએ પોતાના પુત્ર માટે સુભદ્રાની માંગણી કરી, પણ મહામંત્રી જિનદાસને કોઈની વાત ધ્યાનમાં ન બેઠી, કારણ કે પોતે ચૂસ્ત શ્રાવક હતા, જૈનધર્મના અનન્ય ઉપાસક હતાં, તેથી તેઓ જેની તેની સાથે પોતાની પુત્રીને પરણાવવા ઈચ્છતા નહોતા. તેઓ સુશીલ અને ધર્માનુરાગી યોગ્ય વર મળે તે માટે તીવ્ર ઉત્કંઠા રાખતા હતાં.
એવામાં ચંપાનગરીના બુદ્ધદાસ નામના એક યુવાને સુભદ્રાનાં વખાણ સાંભળ્યાં, તેના રૂપગુણની પ્રશંસા સાંભળી, એટલે તેને થયું કે-પરણવું તો સુભદ્રાને જ પરણવું; પરંતુ તેણે સાથે એ પણ સાંભળ્યું હતું કે તેના માતા
પ્રેમ-દયા અને કરૂણા વગર, સાચા માનવી થવું મુશ્કેલ છે.