________________
૮૫૮
રત્નત્રયી ઉપાસના
રવાના
વિરહની આગ ભભૂકતી હતી. નટડી એજ એને મન સર્વસ્વ હતું. નટડી વગરનો સંસાર એને મન આગ અને ઝેર સમો લાગતો હતો.
વ્યાપારીઓને ધન મેળવવામાં અને યુવાનોને રૂપવંતી સ્ત્રીઓ પર જેવો રાગ હોય છે, તેવો જ રાગ જો જિનેશ્વરદેવે પ્રરૂપેલા ધર્મની આરાધનામાં થઈ જાય તો મુક્તિ હાથમાં છે. માણસો ધન કમાવવામાં કેવા એકતાર અને તન્મય બની જાય છે ? કેટકેટલી દોડધામ મચાવે છે ? અને યુવાનો યુવતી સ્ત્રીઓના રાગમાં જીવનને કેવું ફના કરી નાખે છે ? તેવી જ તન્મયતા જીવનની સાર્થકતામાં અને ધર્મની આરાધનામાં થઈ જાય તો મુક્તિ જરાએ દૂર નથી.
જ્યારે ઈલાચી કોઈપણ ભોગે નટડીને જ પરણવા ઈચ્છતો હતો, ત્યારે તેના મા-બાપે નટડીના પિતા લખીકાર નટને પોતાને ત્યાં બોલાવ્યો અને નટને કહ્યું કે તારી પુત્રી મારા પુત્રને આપ.” તને જોઈએ તેટલું ધન આપવા હું તૈયાર છું. આ સાંભળી નટ ચક્તિ થઈ ગયો. અને શેઠ શું બોલી રહ્યા છે, એ વિચારવા લાગ્યો.
નટે કહ્યું-“શેઠજી ! શું બોલો છો ? કયાં અમારી નાત-જાત અને કયાં તમે ?”
પરંતુ શેઠે પોતાની માગણી આગ્રહપૂર્વક ચાલુ રાખી.
જ્યારે નટ કહે : “શેઠજી આ પુત્રી વડે તો જગતમાં હું જ્યાં ત્યાં પૂજાઈ રહ્યો છું, જે છે તે આ પુત્રી છે. તમારી સાથે સંબંધ બાંધતાં મારી પુત્રી વટલાય, ભાતકુભાત ન થાય. શેઠ સાહેબ ! આ વાત પડતી મૂકી બીજું જે કંઈ કામ હોય તે જણાવો.' પરંતુ શેઠ એકના બે ન થયા. તેમણે પોતાની મૂળ માંગણી જ આગળ ધરી. ત્યારે લેખીકાર ન. શેઠને કહ્યું: ‘તે માટેની મારી શરત સાંભળી લ્યો. શેઠ સાહેબ ! મારી પુત્રી સાથે જો તમારા પુત્રના લગ્ન કરવા જ હોય તો પુત્રને નટવિદ્યા શીખવી પડશે, નૃત્ય કરવું પડશે, જ્યાં ત્યાં જવું પડશે, ટાઢ-તડકા વેઠવા પડશે, વૈભવ-વિલાસ છોડવા પડશે, બોલો તે માટે છો તૈયાર ?”
શેઠે ઈલાચી તરફ નજર કરી.
શેઠ કંઈ બોલી ઉઠ તે પહેલા જ ઈલાચી બોલી ઉઠ્યો : નટરાજ ! જેમ કહો તેમ કરવા હું તૈયાર છું.'
ભાવ, શ્રદ્ધા અને સમર્પણ એ તો મોક્ષ મંદિરના પગથીયા છે.