________________
ઈલાચીકુમારની કથા
૮પ૭
એને જરાય ચેન પડતું નથી. એ તો નટડી-નટડીના જાપ જપતો હતો, પલંગગાદી-તકીયા કે સુખ સાહ્યબીના સઘળા ય સાધનો એને ઝેર જેવા લાગતા હતાં. એની નજર સમક્ષ ફક્ત એક જ નટડી તરવરી રહી હતી.
અહાહા !! કેવી એ રૂપાળી ! શું એનું નૃત્ય ! શું એની કળા ! સોળે કળાએ ખીલતું શું એનું યૌવન ! સકળ કળામાં ખરેખર એ અબળા પ્રવીણ છે. એ છે અબળા છતાં ય મારા જેવા સબળા પણ એની આગળ નિર્બળ બની જાય છે. બસ પરણું તો એને જ પરણું. એના વગર મારું જીવતર ધૂળ છે.” આમ વિચારતો ઈલાચી ખાતો નથી, પીતો નથી અને બોલતો પણ નથી. માબાપ પૂછે છે : “અરે બેટા ઈલાચી ! તને શું થયું છે? કેમ બોલતો નથી ? તને શું દુઃખ છે ? આપણે ત્યાં કશી જ કમી નથી. અઢળક પૈસો, નોકરચાકર, વૈભવ વગેરે બધી વાતે આનંદ છે. બોલ તારે શું જોઈએ ? પણ ભાઈ શું બોલે ? કયા મોઢે બોલે કે મારે પેલી રખડતી નટડીને પરણવું છે એને લાજ સતાવે છે. મિત્રોના કહેવાથી શેઠને ખબર પડી કે, કુમારનું ચિત્ત પેલી નટડીમાં પડ્યું છે, એને નટડી સાથે લગ્ન કરવા છે.
“અરે! શું બોલો છો ? એને નટડી સાથે લગ્ન કરવા છે? આપણી જ્ઞાતિમાં ક્યાં કન્યાનો તોટો છે કે વળી નીચ નટડી સાથે લગ્ન કરીએ. સારા સારા શ્રીમંતોની વૈભવશાળી રૂપાળી કન્યાઓ ઘણી છે, ઘણાંના કહેણ આવે છે.” શેઠે પુત્રને કહ્યું-તું કહે તો એક નહિ પણ આઠ કન્યાઓ પરણાવવા હું સમર્થ છું. ઉઠ ઉઠ બેઠો થા. આમ શું કરે છે ?'
‘પિતાજી ! પરણીશ તો નટ પુત્રીને જ! એ નટડીને જ! મારે મન બીજી બધી ધૂળ બરાબર છે. એના વગર જીવન ફોક છે. બસ મારે તો નટડી સાથે જ લગ્ન કરવા છે.' ઈલાચી બોલ્યો.
પિતા તો આ સાંભળીને આભો જ બની ગયા. કુમાર શું બોલી રહ્યો છે ? ક્યાં આપણી નાત-જાત અને ક્યાં આ નીચ કુળની કન્યા ? આમ તો બેનો મેળ કેમ મળે ? એક તરફ શેઠને વ્યવહાર સતાવતો હતો. બીજી તરફ પુત્રની આ પ્રકારની અવદશા સતાવતી હતી. શેઠ વિચારમાં પડ્યા : “શું કરવું? છોકરો માને તેમ નથી. એકનો એક લાડકવાયો પુત્ર, એને દુઃખ થાય એ પણ શેઠને મન ન ગમતી વાત હતી. ઈલાચીને ઘણું ઘણું સમજાવ્યો, છતાં તે તો એકનો બે ન થયો. પોતાના વિચારમાં તે મક્કમ હતો. એના અંતરમાં નટડી
યોગીની પાસે જઈ યોગી ન બની શકો તો, “ઉપયોગી' તો અવશ્ય બનો.