________________
૮૫૬
રત્નત્રયી ઉપાસના
વાયર વનવા
શાસ્ત્રાધ્યાનમાં અવિરત મશગુલ રહેતો હતો.
માતા-પિતા પુત્રની આ પ્રમાણે રીતભાત નિહાળી ભારે ખિન્ન થયા. આટઆટલું ભણ્યો ગણ્યો પણ વ્યવહારમાં તો ઢ છે. એ કંઈ પણ સમજતો નથી, વ્યવહારીને વ્યવહારનું જ્ઞાન હોવું એ આવશ્યક છે. વ્યવહારથી અનભિજ્ઞ આ ઈલાચીનો સંસાર કેમ ચાલશે ! લોકોની દષ્ટિએ એ ભોટ ગણાશે, માટે એને એવી સોબતમાં રાખું કે જેથી તેને દુનિયાનું ભાન થાય. આ પ્રમાણે વિચારી પિતાએ ઈલાચીકુમારને લુચ્ચાઓની ટોળીમાં રાખ્યો. બૂરી સોબત તરત અસર કરે છે, “સંગ તેવો રંગ' એ કહેવત અનુસાર ઈલાચી સંસ્કારી હોવા છતાં અસંસ્કારીની જેમ જ્યાં ત્યાં ભમવા લાગ્યો. તે એટલે સુધી કે ઘણી વખત ભટકી ભટકી મોડી રાતે ઘરનાં બારણા ખખડાવતો, માતાપિતા પણ કંટાળ્યા, પણ આ તો ‘હાથના કર્યા હૈયે વાગ્યાં' જેવું બન્યું.
એક અસંસ્કારી, વ્યસની અને બૂરી સંગતમાં પડેલા પુત્રને માતા-પિતા સંસ્કારી બનાવવા સારી સોબત કરાવે છે. ત્યારે અહીં એથી ઉલટું જ બન્યું એક સંસ્કારી બાળકને ખુદ માતા-પિતા બૂરી સંગતમાં જોડે, એ કેટલું આશ્ચર્યજનક ! ) ઈલાચીના માતા-પિતા ચિંતાતુર બન્યા. તેમને લાગ્યું કે ખરેખર આપણે ઠીક ન કર્યું. પણ રાંડ્યા પછીનું ડહાપણ કામ ન આવે તેમ ઈલાચી હવે હાથથી ગયો. હાથની વાત ન રહી. એક વખત બનાવ એ બન્યો કે, લેખીકાર નામનો એક પ્રસિદ્ધ નટકાર પોતાની રૂપરૂપના અંબાર સમી પુત્રી અને પરિવાર સાથે નગર બહાર ભારે નાટક ભજવી રહ્યો હતો. એના નાટકને નિરખવા હજારો નરનારીઓ ચોમેરથી આવી ચઢ્યા હતાં. ઈલાચીકુમાર પણ લુચ્ચાઓની ટોળી સાથે ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો. નટ અને નટડીની અદ્ભુત કળાએ લોકોને મુગ્ધ બનાવી દીધા. સૌ તાલીઓ પીટતા હતાં. “શું નટકારની કળા ! શું નટડીનું રૂપ ? અહાહા ! એમ સૌ કોઈ એકી અવાજે નટ-નટડીના ગુણગાન કરી રહ્યા હતા. ઈલાચીકુમાર તો જોવામાં એવો તલ્લીન બની ગયો કે ન પૂછો વાત. સૌ કરતાં એ કંઈક નવીન જ અનુભવી રહ્યો હતો. નાટક સમાપ્ત થતાં સૌ ટપોટપ ઘર ભણી ચાલવા માંડ્યાં, પણ ઈલાચીકુમાર તો નટડીનાં અંગોપાંગ નિહાળતો ચિતરેલાં પૂતળાની જેમ ત્યાં જ સ્થિર થઈ ગયો. ભોજનની વેળા વીતી ગઈ, મિત્રોએ ઘણું ઘણું સમજાવ્યો, ત્યારે માંડમાંડ ઘેર આવ્યો. ઘેર તો આવ્યો પણ
જીભમાં રાખે ઝેર.. તેને આખા જગતથી થાય વેર.