________________
ઈલાચીકુમારની કથા
* ઈલાચીકુમારની કથા *
સારા નિમિત્તો, સુંદર આદર્શો અને ઉચ્ચ આલંબનો જીવનમાં કો'ક ઘડી-પળે એવી ગજબની અસર કરી નાંખે છે કે આત્મા ક્ષણવારમાં પરમાત્મા બની જાય છે; માટે જ સંસારી આત્માઓને ડગલે ને પગલે સારા આલંબનોની જરૂર છે. સ્ફટિકરત્નની પાસે જેવા રંગની વસ્તુ ધરવામાં આવે તેવા રંગનો તેમાં પ્રતિભાસ થાય છે. તેવી જ રીતે આત્મા જેવા નિમિત્તોમાં આવે છે, તેવા નિમિત્તોમાં તે તદ્રુપ બની જાય છે; માટે જ કહેવાય છે કે, ‘સંગ તેવો રંગ’ ‘સોબત તેવી અસર.'
ક્રૂરમાં ક્રૂર ચંડકૌશિક સર્પ પણ પ્રભુ મહાવીરના બે શબ્દોથી જાગી ઉઠે છે. દઢપ્રહારી અને અર્જુનમાલી જેવા હત્યારા આત્માઓ પણ પરમપદને પામી ગયા છે. કાળા માથાનો માનવી શું ન કરી શકે ? અધમ એ હંમેશનો અધમ નથી, પાપી એ હંમેશનો પાપી નથી. પળવારમાં આત્માનું પરિવર્તન થઈ જાય છે, માટે જ પાપી યા અધમ આત્મા પ્રત્યે તિરસ્કાર ન દાખવતા માધ્યસ્થભાવ રાખવા શાસ્ત્રકારો ફરમાવી રહ્યા છે.
ઈલાચીકુમારના જીવનમાં પણ આમ જ બન્યું છે. વાત ઈતિહાસ પ્રસિદ્ધ છે.
તે કાળે તે સમયે ઈલાવર્ધનપુરમાં ન્યાયનિષ્ઠ જિતશત્રુ રાજાનું શાસન ચાલતું હતું. નગરીમાં અનેક ધનાઢ્યો, કળાકારો, વ્યાપારીઓ, વિદ્વાનો અને મુત્સદ્દીઓ વસતા હતા. ધનાઢ્યોમાં ધનદત્ત શેઠનું નામ મોખરે હતું. શેઠ પોતાની પત્ની ધારિણી સાથે આનંદ-ચમન કરતા વૈભવ-વિલાસમાં જીવન વ્યતીત કરી રહ્યા હતાં, પરંતુ મોટી ખોટ એ હતી કે-ઘરને દીપવનાર એકે પુત્ર ન હતો. પુત્ર-વિહુણી એ શેઠાણી કો'ક પળે એવી તો ઉદાસ બની જતી કે જાણે મસ્તક પર .મોટો પહાડ તૂટી પડ્યો હોય.
એક વખત શેઠાણીએ ઈલાદેવીની આરાધના કરી. ઈલાદેવી પ્રસન્ન થયા અને શેઠાણી એક પુત્રની માતા બન્યાં. ઈલાદેવીની આરાધનાથી પુત્રપ્રાપ્તિ થવાથી પુત્રનું નામ ઈલાચીકુમાર રાખવામાં આવ્યું. તે બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામ્યો. તેને બાળપણથી જ વિદ્યાભ્યાસ, સાધુ સંત અને ધર્મ આ બધું પ્યારૂં લાગતું હતું. તેનામાં યુવાનીનો ઉન્માદ ન હતો. એ તો એકાંતપ્રિય બની
૮૫૫
મનમાં સર્વ પ્રત્યે શુભભાવના ભાવવાથી શાંતિની અનુભૂતિ અવશ્ય થશે.