________________
૮૫૪
રત્નત્રયી ઉપાસના
ગહ કરતાં ત્યાં જ ઉભા રહ્યા. તેઓ પાપનો પશ્ચાતાપ કરે છે. સર્વ જીવરાશિને ખમાવે છે અને અપૂર્વ સમતા સાગરમાં ઝૂલે છે. આ બાજુ વાઘરીનો ખુબ સંકોચ થવાથી તેમની નસો ખેંચાઈ અને આંખોના ડોળા બહાર નીકળી પડ્યા, છતાં તેઓ સમભાવથી જરાપણ ચલાયમાન થયા નહિ. જ્યાં આવો સમભાવ વર્તતો હોય ત્યાં કમોંનો બંધ ફટોફટ તૂટી જાય એ સ્વાભાવિક છે. મેતારજ મુનિને કેવળજ્ઞાન પેદા થયું, તેઓ અંતકૃત કેવળી બન્યા અને સિદ્ધશિલામાં બિરાજી સદાને માટે શાશ્વત આનંદ માણવા લાગ્યા.
હવે સોની તરફ દષ્ટિ દોડાવીએ. તે મનમાં જ મલકાય છે કે આવા અધમને તો આવી જ શિક્ષા થવી જોઈએ. એવામાં એક કઠીઆરાએ કાષ્ઠની ભારી નીચે નાંખી, તેના અવાજથી અથવા મુનિશ્રીનું કલેવર ધબ લઈને નીચે પડ્યું તેના ભયથી ક્રૌંચ પક્ષી ખુબ ડરી ગયું અને ચરકી પડતાં પેલા સોનાના જવલા બહાર નીકળી પડ્યા. સોનીની દષ્ટિ તેના ઉપર પડી. તેણે જવલા જોયાં. જોતાં જ તેના હૃદયમાં ફાળ પડી કે “અરે ! આ શું ? જવલાં તો આ પક્ષી ચણી ગયું હતું ને મેં નિદૉષ એવા મુનિની હત્યા કરી. કેવી મૂર્ખતા? હવે મારું શું થશે ? આ પાપથી ક્યારે છૂટીશ! રાજાને ખબર પડશે તો મારો અને સમગ્ર કુટુંબનો નાશ કરશે અને તે જ વખતે સોનીએ મુનિનું રજોહરણ લઈ ભાવથી દીક્ષા અંગીકાર કરી.
રાજાને ખબર પડી કે અમુકે મુનિના પ્રાણ લીધા છે, એટલે તરત જ સેવકોને આજ્ઞા કરી કે, જાવ એને જાનથી મારી નાંખો, સેવકો હુકમ થતાં જ
ત્યાં દોડી આવ્યા પણ સોનીને અણગાર દશામાં નિહાળી વિચારમાં પડી ગયા. તેમણે પાછા આવી રાજાને તમામ હકીક્ત કહી સંભળાવી. તેથી રાજા પોતે ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે જો દીક્ષા છોડી દઈશ તો તારો ઘાત કરાવીશ. તે દીક્ષા લીધી છે, માટે છોડી દઉં છું.”
ત્યારબાદ સોનીએ ભગવાન મહાવીરદેવ પાસે સહકુટુંબ દીક્ષા લીધી અને આત્મકલ્યાણ સાધ્યું.
ક્ષમાનો આદર્શ પૂરો પાડી જગતને અપૂર્વ બોધપાઠ આપનાર મહામુનિ મેતાર્યને હજારો વંદન હો !
圖
ફોગટ ચિંતા કરવાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે.