________________
૮૩૪
રત્નત્રયી ઉપાસના
૧૮. સુદર્શન શેઠ (વ્રતનિશ્ચલતા)
૧ કપિલા માયા કપટનો આશ્રય લઈ, સુદર્શનને પોતાના ઘેર બોલાવી, વિષય સેવવા કહે છે. ‘પરસ્ત્રી માટે હું નપુંસક છું' કહી સુદર્શન છટકી જાય છે.
૨ ધ્યાનસ્થ સુદર્શનને મૂર્તિના બહાને દાસી ઊઠાવી લાવે છે. પણ સુદર્શનની દૃઢતાથી નિરાશ થઈ, રાણી બલાત્કારનો ઢોંગ રચી, બરાડા પાડે છે.
૩ ધ્યાનસ્થ સુદર્શનને દેહાંત દંડની સજા. દૈવીપ્રભાવથી શૂળી સિંહાસનમાં બદલી જાય છે. રાજા તેનું બહુમાન કરે છે. સત્ય કથન અને કલંક દૂર થતાં મનોરમાના ધ્યાનની સમાપ્તિ.
૪ વર્ષો સુધી રોજ છ પુરૂષ અને એક સ્ત્રીનો ઘાતક યક્ષાવેશમાં અર્જુનમાલી.
૫ મારવા આવેલ યક્ષ પણ સુદર્શનના નવકારના સ્મરણથી ચાલ્યો જાય છે. અર્જુન સુદર્શનના પગમાં પડે છે; અને ભગવાનના સમવરણમાં જાય છે.
૬ અર્જુન દીક્ષા ધારણ કરે છે. જેને તેણે માર્યાં હતા તેના સંબંધીઓ તેને મારે છે. સમતાથી સહન કરતાં અર્જુન કેવળજ્ઞાન પામી મુક્તિ પ્રાપ્ત કરે છે. સુદર્શન પણ દીક્ષા ધારી વ્યંતરી બનેલ રાણીનો ઉપસર્ગ સહન કરી મોક્ષ જાય છે.
૧૯. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય (શાસન પ્રભાવના)
૧ જન્મ વિ.સં.૧૧૪૫ નામ ચાંગદેવ. દીક્ષા ૧૧૫૪ - સોમદેવ નામ રાખ્યું. વિ.સં.૧૧૬૬ માં આચાર્યશ્રી હેમચંદ્રસૂરી બન્યા.
૨ પંડિતોની સભામાં ભૂલથી અમાસને બદલે ‘આજે પૂનમ છે’ કહ્યું. ખ્યાલ આવતા ઉપાશ્રયમાં જઈ ધ્યાનસ્થ થયા. સાંજે શાસનદેવીએ
મો
તનની માંદગી કરતાં મનની માંદગી વધુ નુકશાનકારક છે.