________________
96
૬ લગ્નની રાત્રે જ પોતાની સ્ત્રીઓને ઉપદેશ આપ્યો. ચોરોએ પણ એ ઉપદેશ સાંભળ્યો. તેમના અને સ્ત્રીઓના માતા પિતા સહિત ૫૨૭ જણાંએ દીક્ષા લીધી. જંબુસ્વામી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, મોક્ષે સિધાવ્યા.
વાર્તા વિભાગ
૧૭. નળ-દમયંતિ (મુનિપીડા)
૧ પૂર્વભવમાં દમયંતિ રાજા સાથે શિકાર પર જતાં, નોકરો મારફત સાધુને પકડી દુઃખ આપે છે.
૨ બાર ઘડી પછી, તીવ્ર પશ્ચાતાપ થતાં, સાધુને ધર લાવી, ક્ષમા માગી, ભક્તિ કરી.
૩ જિન પ્રતિમાઓને રત્નતિલક લગાવતા, દમયંતિના ભવમાં જન્મથી કપાળમાં પ્રકાશિત કુદરતી તિલક હતું.
૪ સ્વર્ગના ભવ પછી, બન્ને ગોવાળિયા બન્યા અને વરસાદથી અટકી ગયેલા મુનિ પર છત્રી ધરી.
૫ ત્યારબાદ બન્ને દૂધ વ્હોરાવી, દિક્ષિત થાય છે.
૬ નળ નિદ્રાધીન દમયંતિને જંગલમાં છોડી જાય છે.
૭ ગુફામાં શાંતિનાથ ભગવાનની દમયંતિ તપપૂર્વક પૂજા ભક્તિ કરે છે.
૮ દેવ બનેલા નળના પિતા સર્પ બની, કરડે છે પરિણામે નળનું રૂપ બદલી જાય છે. પૂર્વરૂપ પ્રાપ્ત કરવા, વસ્ત્ર, રત્ન, શ્રીફળ અને અલંકારનો ડબ્બો આપે છે.
૯ નળ, દધિપર્ણની સાથે દમયંતિના સ્વયંવરમાં જાય છે.
૧૦ સૂર્યપાક રસોઈ દ્વારા દમયંતિને નળની પહેચાન થાય છે.
૧૧ નળ પૂર્વરૂપ ધારણ કરે છે. ભીમરથ નળને રાજ સોંપે છે. જુગારમાં કુબેરને જીતી, પોતાનું હારેલું રાજ્ય પણ પાછું મેળવે છે. નળદમયંતિ દીક્ષા લઈ, સ્વર્ગે જાય છે.
૮૩૩
26
કઠોર ભૂમિમાં બીજનું વાવેતર ન થાય, તેમ કઠોર હૈયામાં ધર્મનું વાવેતર ન થાય.