________________
વાર્તા વિભાગ
૮૨૭
૪ આર્ય ભદ્રબાહુ પાસે ૧૪ પૂર્વે ભણ્યા અને કામનો વિજય કરવા
ગુરુ આજ્ઞા લઈ પૂર્વ પરિચિત કોશા વેશ્યાની રંગ મહેલમાં ચોમાસું રહ્યા. રાગી વેશ્યા વિવિધ હાવભાવ, નાચગાન અને પસ
ભોજનથી સ્થૂલભદ્રજીને લલચાવે છે. આખર નિરાશ બને છે. ૫ સ્થૂલભદ્ર મુનિનો વ્રતની દઢતા જોઈ વેશ્યા તેમના બાર વ્રતધારી
મહાશ્રાવિકા બને છે. ૬ સિંહગુફાના દ્વારે ચાર માસ ચૌવિહારા ઉપવાસથી ચોમાસું કરનાર એક
મુનિ, ૭ સર્પના દર પાસે ચાર માસ ચૌવિહાર ઉપવાસથી ચોમાસું કરનાર એક
| મુનિ.
૮ કુવાના કાષ્ટ ઉપર ચાર માસ ચૌવિહાર ઉપવાસ કરતા એક મુનિ. ૯ ચોમાસું પૂર્ણ થતાં ચારે મહાત્માઓ ગુરુના ચરણમાં હાજર થયા,
ત્યારે ગુરુએ ત્રણેને દુષ્કર કારક કહી સત્કાર્યા, અને સ્થૂલભદ્રજીને દુષ્કર દુષ્કર કારક કહી સત્કાર્યા. જેનું નામ ૮૪ ચોવિસી સુધી અમર રહેશે તે મહાત્મા સ્થૂલભદ્રજીને કોટી કોટી પ્રણામ !
૧૦. દાનવીર જગડુશાહ (ઉદારતા)
૧ વિક્રમની ચૌદમી સદીમાં કચ્છના નરરત્ન જગડુશાહને કોઈ મુનિ
ગુજરાતમાં થનારા ભાવિ દુષ્કાળમાં અન્નદાન કરી લક્ષ્મી સફળ કરવા ઉપદેશ કરે છે. મુનિના વચન પ્રતિ અટલ શ્રદ્ધાવાળા જગડુશાહને મુનિનો ઉપદેશ પૂર્ણ સત્ય લાગ્યો, તેથી દુષ્કાળમાં ભૂખપીડિત લોક
અન્નવિના કેવાં ટળવળશે? તેનું ચિત્ર જગડુશાહના અંતરમાં ખડું થયું. ૨ દુષ્કાળ પડવા પૂર્વે વર્ષો સુધી જગડુશાહે કચ્છ અને ગુજરાતમાં પુષ્કળ
અનાજનો સંગ્રહ કરાવ્યો અને દુષ્કાળમાં ગરીબોને તેનું દાન કર્યું. ૩ તે પ્રસંગે મહાગુજરાતના રાજા વિશાળદેવના કોઠારોમાં પણ ધાન્ય
ખૂટવા લાગ્યું, તેથી તેણે જગડુશાહ પાસે અનાજની માગણી કરી, પણ આ અનાજ ગરીબો માટે છે. એ જગડુશાહનું કથન જાણી
“માન પામે તે નહિ, પણ માન પચાવે તે સાચા મહાત્મા છે.”