________________
૮૨૬
રત્નત્રયી ઉપાસના
૨ લંકાને જીત્યા બાદ અયોધ્યામાં આવેલાં સીતાજી ઉપર લોકો કલંક ચઢાવે છે, ત્યારે રામચંદ્રજી કપટથી ગર્ભવતી સીતાનો જંગલમાં ત્યાગ કરાવે છે, ત્યારે સીતાજી સંદેશો મોકલે છે કે હે આર્યપુત્ર! લોકોની વાતોથી ભ્રમિત થઈ મને તજી દીધી, તેમ વીતરાગના ધર્મનો ત્યાગ કરશો તો મોક્ષ નહીં મળે. કેવી પતિભક્તિ ! ૩ સીતાજીના પુત્રો લવ અને કુશ માતાનું પિતાથી અપમાન થયેલું જાણીને રામ-લક્ષ્મણની સાથે યુદ્ધ કરે છે, રામ તેમને અજેય જાણી ચકિત થાય છે. લોકોમાં સીતાજીની સતીપણાની ખાત્રી કરાવવા રામ સીતાજીને અગ્નિમાં પ્રવેશ કરાવે છે, શિયળના મહિમાથી અગ્નિકુંડ પાણીની વાવ બની જાય છે અને વચ્ચે સુવર્ણકમળ ઉપર સીતાજી બિરાજે છે.
૪ રામ-લક્ષ્મણ અને લવ-કુશ સીતાજીને મહેલમાં પધારવા અત્યંત આગ્રહ કરે છે, પણ કર્મની વિષમતા અને સ્નેહની અનિત્યતા જાણી કર્મક્ષય માટે દીક્ષા લેતાં સીતાજી કેશનો લોચ કરે છે, તે જોઈ રામચંદ્ર મૂર્છા પામે છે.
૫ સિંહ સમા બે પુત્રોનો, પતિનો, મહારાણી પદનો ત્યાગ કરી દીક્ષિત થયેલાં સીતાજી, તપ સંયમનું પાલન કરી બારમા દેવલોકમાં ઈન્દ્ર બને છે. ધન્ય સીતાજી !
૯. કામવિજેતા મહામુનિ સ્થૂલભદ્રજી (કામવિજય)
૧ બાર વર્ષથી કોશા વેશ્યાને ત્યાં રહેલા સ્થૂલભદ્રને રાજા નંદે મંત્રી બનાવવા મુદ્રા આપવા માંડી, ત્યારે સ્થૂલભદ્રે કહ્યું વિચાર કરીને લઈશ. રાજા ત્યાંજ વિચારવા કહે છે.
૨ સ્થૂલભદ્રજી મંત્રીપદમાં સંસારનું બંધન સમજી વિરાગથી ત્યાંજ સ્વયં મુનિ બન્યા અને.
૩ સાધુવેશે ધર્મલાભ આપી ચાલી નીકળ્યા, રાજાએ પરીક્ષા કરી, સાચા વૈરાગી જાણી આશ્ચર્ય થયું. સ્થૂલભદ્રએ આર્યસંભૂતિ ગુરુ પાસે વિધિપૂર્વક દીક્ષા લીધી.
Iday
Fontel
શાસનના (જગતના) અમૂલ્ય ત્રણ તત્વ : દેવ... ગુરૂ... ધર્મ