________________
વાર્તા વિભાગ
૮૨૫
૨ નાશવંત સુખ અને શરીરનો મોહ છોડી તે શ્રાવકે અનશન કર્યું
અને પ્રત્યેક દિશામાં પંદર પંદર દિવસ ધ્યાન ધર્યું માંસાહારી પક્ષીઓ તેની પીઠનું માંસ ખાતા રહ્યાં, પણ તેણે સમતા ન છોડી. ૩ સમાધિથી કરીને તે શ્રાવક દેવોનો ઈન્ટ થયો. ૪ પછી તે સનતકુમાર નામે અતિ સૌદર્યવાન ચક્રી થયા. રૂપ જેવા
બ્રાહ્મણ વેશે આવેલા બે દેવો ચક્રીનું રૂપ જોઈ આશ્ચર્ય પામ્યાં ચક્રીને રૂપનો ગર્વ થયો. તેથી દેવોને પોતાનું શણગારેલું રૂપ જોવા દરબારમાં
આવવા કહ્યું. ૫ ત્યાં બ્રાહ્મણવેશે દેવોએ ચક્રીના શરીરને સોળ રોગથી ઘેરાયેલું જોઈ
મોં બગાડ્યું. ચક્રીએ પૂછવાથી દેવોએ કહ્યું કે કુડીકાયાવાળા રોગી તું અભિમાન ન કર ! તુર્ત ચક્રીએ ઘૂંકદાનીમાં ઘૂંકીને જેવાથી રોગોત્પત્તિ જાણી. ૬ વૈરાગ્યથી તુર્ત દીક્ષા લીધી, સ્નેહથી છ મહીના સુધી પરિવારે પાછળ
ફરી કરૂણ વિનંતિ કરી. પણ દ્રઢવિરાગી ચક્રીએ તેમની સામે પણ ન
9 સાતસો વર્ષ રોગ પીડિત શરીરથી ઉગ્ર તપ કર્યા, ધાતુઓ રોગ
નાશક બની પુનઃ તે દેવો વૈદ્યના વેશે ઔષધ કરવા આવ્યા. મહામુનિએ પોતાના ઘૂંકથી આંગળીના કોઢનો નાશ કરી આંગળીનું સૌદર્ય બતાવ્યું, દેવો તપલબ્ધિથી આશ્ચર્ય પામી સ્વરૂપે પ્રગટ થઈ નમી પડ્યા. મુનિએ કહ્યું – રોગ તો કર્મનાશક મિત્ર છે તેને રોકવો શા માટે ? એક લાખ વર્ષ સંયમ પાળી કલ્યાણ સાધ્યું. ધન્ય દ્રઢતા!
૮. મહાસતી સીતાજી (શિયળમહિમા)
૧ રાવણ સીતાજીનું અપહરણ કરીને ભોગ માટે મનાવે છે. ઝવેરાતની
લાલચો આપે છે, મંદોદરી વગેરે રાવણની રાણીઓ પણ સીતાજીને દાસીઓ બનવા તૈયાર થાય છે. પણ સીતાજી રાવણને આંખથી જોવામાં પણ પાપ માને છે. ધન્ય સતીપણું
શાસનના (જગતના) અમૂલ્ય ત્રણ રત્નો : દર્શન...જ્ઞાન...ચારિત્ર