________________
૮૨૪
રત્નત્રયી ઉપાસના
૬. સમ્રાટ સંપ્રતિ (જિનેન્દ્ર ભક્તિ)
૧ સમ્રાટ સંપ્રતિ પૂર્વજન્મમાં સુધા પીડિત એક ભિખારી હતો, સાધુઓ
પાસે આહાર જોઈ ખાવા માગ્યું, સાધુઓએ કહ્યું આ ભિક્ષા પર
અધિકાર અમારા ગુરુનો છે, તેથી તે ગુરુ પાસે આવ્યો. ૨ ત્યાં ગુરુશ્રી આર્યસુહસ્તિસૂરિએ તેની યોગ્યતા જ્ઞાનથી જાણી દીક્ષા ,
આપી. પછી તેની ઈચ્છા પ્રમાણે ખાવા આપ્યું. રાત્રે અજીર્ણથી ઝાડા-ઉલટી થવા લાગ્યાં, સાધુઓએ સેવા કરી, ચારિત્રના મહિમાની
અનુમોદના કરતાં તે મૃત્યુ પામ્યો. ૩ તે રાજા અશોકને પોતરો (પૌત્ર) નામે સંપ્રતિ, ઉજજયિનીનો રાજા
થયો. એકદા ત્યાં આવેલા પૂર્વભવના ગુરુને જોઈ પૂર્વભવનું જ્ઞાન થયું, કૃતજ્ઞતાથી ગુરુના ચરણમાં નામી પડ્યો અને ઉપકારના ત્રણમાં રાજ્ય લેવા ગુરુને વિનવ્યા. ગુરુએ કહ્યું સાધુને રાજ્ય ન કલ્પ. તું આ રાજ્યલક્ષ્મીથી શાસનની પ્રભાવના કરી. ૪ તેથી સમ્રાટ સંપ્રતિએ દાનશાળાઓ ખોલી. ૫ જિનમંદિરો બંધાવવા માંડ્યાં, નિત્ય નવમંદિરના પ્રારંભના શુભ
સમાચાર આપનારને સંપ્રતિ ઝવેરાતનું પણ દાન આપતા. ૬ મંદિરો અને મૂર્તિઓ તૈયાર થાય છે. ૭ સવા લાખ જિનમંદિરો અને સવાક્રોડ જિનપ્રતિમાઓ ઠેર ઠેર પૂજાય
છે. ધન્ય શાસનપ્રભાવક સમ્રાટ સંપ્રતિને અને તેની દેવ-ગુરુ ભક્તિને
૭. ચકી સનતકુમાર (સમ્યકત્વ)
૧ ચક્રી સનત પૂર્વજન્મમાં દસમકિતી શ્રાવક હતા. એક મિથ્યાદ્રષ્ટિ
તાપસનું સન્માન ન કરવાથી ગુસ્સે થયેલો તાપસ પોતાના ભક્ત રાજા દ્વારા તેની પીઠ ઉપર અતિઉષ્ણ ભોજન મૂકાવી જમ્યો. સનતના જીવને ઘણી પીડા થઈ, પીઠ પર ફોલ્લા પડયા.
માણસ ઘરડો થાય, પણ લોભ-તૃષ્ણા (ઈચ્છા) કદાપિ ઘરડા થતા નથી.