________________
૮૨૮
રત્નત્રયી ઉપાસના
રાજા આશ્ચર્ય પામ્યો અને જગડુશાહની ઉદારતા, માનવપ્રેમ,
નિરાભિમાનતા વગેરે ગુણો જોઈ પ્રસન્ન થયો. ૪ પછી ઔચિત્યના સાગર જગડુશાહે કચ્છના અન્નકોઠારમાંથી રાજાને
અન્ન આપ્યું. દાન એ ધર્મનો પાયો છે. તેમાં પણ અન્નદાન વૈરીને વ્હાલા બનાવે છે. સૈકડો વર્ષો થવા છતાં જેનું નામ આજે પણ લોકોની જીભે ગવાઈ રહ્યું છે તે દાનવીર જગડુશાહને ક્રોડો ધન્યવાદ.
૧૧. મહાત્મા ગજસુકુમાલ (સમા) ૧ ગજસુકુમાલના પિતા વસુદેવજી, માતાદેવકી, ભાઈ કૃષ્ણજી અને બીજા
અનેક સામંત રાજાઓ વિગેરે સ્નેહથી આતુર નયને ગજસુકુમાલની રાહ જોતા બેઠા છે. તેટલામાં સહેલગાહથી પાછા આવતાગજસુકુમાલને જોઈ સૌ આનંદમાં આવી ગયા, કેટલું સન્માન ! કેટલો વૈભવ! નથી કોઈ સંસારની મુસીબતનું નામ નિશાન! ૨ ગજસુકુમાલની સગાઈ થઈ ચુકી હતી, પણ ભગવાન શ્રી નેમિનાથના
ઉપદેશથી તેઓ વિરાગી થયા અને દીક્ષા લીધી. ધન્ય વૈરાગ્ય ! ૩ દીક્ષા પછી નેમિનાથ પ્રભુની આજ્ઞા લઈને તેઓ સ્મશાનમાં જઈ કાઉસગ્ગ ધ્યાને રહ્યાં. ગજસુકમાલનો સસરો સોમિલ ક્રોધથી જમાઈના માથા ઉપર ભીની માટીની પાળ બાંધીને તેમાં સ્મશાનના સળગતા અંગારા ભરે છે, પણ મુનિ સમતાનું શરણ લઈ બળે છે. તે શરીર મારું નથી એવી ભાવનાએ ચઢ્યા, વળી હાલવાથી અંગારા નીચે પડે તો કોઈ જીવ બળી જાય એ વિચારથી સ્થિર ઉભા રહ્યાં, આવી પાઘ બંધાવનાર સસરાને કર્મ ખપાવવામાં સહાયક માની શુભ
પરીણામે કેવળજ્ઞાન પામી મુક્તિને પામ્યા. ૪ સવારે કૃષ્ણ પ્રભુ પાસે ગયા, ગજસુકુમાલ ક્યાં છે ? એમ પૂછ્યું,
પ્રભુએ કહ્યું – તમને શહેરમાં જતાં દરવાજે જે મળશે તેની સહાયથી ગજસુકુમાલ મુક્તિને પામ્યા. એ સાંભળી શ્રી કૃષ્ણ મુનિઘાતકને શિક્ષા કરવા તુર્ત શહેર તરફ ચાલ્યા.
ધાર્મિક થવું તે ‘સાધના” છે, પરંતુ ધાર્મિક દેખાવું તે તો “વિલાસ” છે.