________________
અંતિમ સાધના
97&
છે. મારે કોઈના પ્રત્યે વૈર વિરોધ નથી. જે કોઈ કાલે વાસ્તવિક રીતિએ મારા ચેતન સ્વરૂપ આત્માના સંબંધ રાખી શકે તેમ નથી એવી પર વસ્તુઓને અત્યાર સુધી નજીકની માની લીધી. પોતાપણાની બુદ્ધિથી મે એ વસ્તુઓને માની હતી. હાલ તે પૌદ્ગલીક પર વસ્તુઓને હું વોસિરાવી દઉં છું. મહાત્મા શ્રી તીર્થંકર દેવો, પાપમલથી સર્વથા રહિત શ્રી સિદ્ધ ભગવંતો તથા શ્રી જિનેશ્વર પ્રણીત ધર્મ અને શ્રી સાધુપુરુષ તમે મંગલ રૂપ બનો. ત્રણેય લોકમાં આ ચાર જ વસ્તુઓ શ્રેષ્ઠતમ છે ચાર તત્ત્વો જ શરણ સ્થાન છે. આથી ભવના ભ્રમણથી ડરેલો હું શરણાને સ્વીકારૂં છું.
હું અત્યારે સર્વ લાલસાઓથી નિવૃત્ત છું. મનના દુષ્ટ વિચારો મે એકદમ રોકી લીધા છે. હું જગતના સર્વ પ્રાણી વર્ગને મિત્ર રૂપ ગણું છું. સર્વ સ્ત્રીઓ મારે મન માતા સમાન છે. તેઓનો પુત્ર છું. સર્વ પ્રકારના યોગોનો નિરોધ કરનાર હું શુદ્ધ સમાધિમાં રહું છું અને સર્વ ચેષ્ટાઓ છોડી દેનારા હે સિદ્ધ ભગવંતો ! કરૂણાદષ્ટિથી મને નિહાળો. આ ભવમાં કે અન્ય ભવમાં મેં જે કાંઈ દુષ્કૃત આચર્યું હોય તે સર્વે દુષ્કૃતને સંવેગભાવથી ભાવિત બનેલો એવા હું આ અવસરે વારંવાર નિંદું છું.
સર્વ પ્રકારના પરિગ્રહને મૂકીને હું વિશુદ્ધ બન્યો છું. અત્યારે મારી મનોવૃત્તિ (ભાવના) આ છે. મારી વર્તમાન સ્થિતિના તત્ત્વને કેવળજ્ઞાની ભગવંતો સાક્ષાત્ જાણી શકે છે. કેવળ મોક્ષની જ એક ઈચ્છાથી હું સંસારના સર્વ સંબંધોથી અળગો બન્યો છું. જન્મમરણરૂપ મહાદુઃખોનો નાશ કરનારા શ્રી જિનેશ્વરદેવોના શરણે મેં મારા આત્માને સોપી દીધેલ છે. તેથી તેઓ મને કર્મના નાશમાં સહાયભૂત બનો.
Lascl
સામાયિક વિના ચારિત્રની સાધના શક્ય નથી.
૮૧૫