________________
૮૧૬
રત્નત્રયી ઉપાસના
અંત સમયની અણમોલ આરાધના (માંદગીના સમયે લાંબી આરાધના કરી શકે તેવું ન હોય, તેવી આરાધના કરાવનાર પણ ન હોય તો આ ટૂંકી (નાની) આરાધના આરાધક આત્માને ઉપયોગી નીવડશે.)
નમો અરિહંતાણં,
નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં,
નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોલ, દશમે રાગ, અગીયારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન ચૌદમે પશૂન્ય, પંદરમે રતિ-અરતિ, સોળમે પરંપરિવાદ, સત્તરમે માયા-મૃષાવાદ અઢારમે મિથ્યાત્વશલ્ય, આ અઢારે પાપસ્થાનકોમાંથી મારા જીવે જે કોઈ પાપસ્થાનકો સેવ્યાં હોય, બીજા કોઈ પાસે કરાવ્યાં હોય, કોઈ કરતાં હોય તેને સારો માન્યો હોય તે સર્વેનો હું મન, વચન, કાયાએ કરી ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડું આપું છું. - સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈન્દ્રિય, બે લાખ તેઈન્દ્રિય, બે લાખ ચઉરન્દ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ચૌદ
ધર્મ હદયથી ગમી જાય, તો પછી પ્રાયઃ એનો અમલ થયા વિના રહે નહિ.