________________
| I ૬૭૪ ||
પંચમ પૂજ
ભૂમિકા આ પૂજામાં પ્રારંભમાં જ પરમાત્મા સાથેની અવિહડ પ્રીતની વાત કરી નેમિનાથ પ્રભુનું સુખડું નિરખતાં હૈયું આનંદથી ઉલ્લસિત થયાના ભાવો વ્યક્ત કરવામાં આવ્યા છે.
વર્તમાનમાં ગિરનારના શિખરે બિરાજમાન શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમાના ઈતિહાસની વાતો કરતા કહેવામાં આવે છે કે ગત ચોવીસીના સાગર નામના ત્રીજા તીર્થંકર પ્રભુના કાળમાં પાંચમા દેવલોકના ઈન્દ્ર દ્વારા ભરાવેલી આ પ્રતિમાજી છે, જે વર્તમાન વિશ્વમાં પ્રાયઃ આ એકમાત્ર એવી પ્રતિમાજી હશે જે બ્રહ્મલોકનાદેવ દ્વારા તૈયાર કરવામાં આવી અને અસંખ્યાતા વર્ષો સુધી પાંચમા દેવલોકમાં પૂજાયેલી હતી. અહીં પૂજાની રચનામાં શબ્દો અને અર્થની સુંદર ગુંથણી | કરીને “હરિ ” શબ્દનો એક અર્થ “ઈન્દ્રમહારાજા ” અને બીજો અર્થ “કૃષ્ણમહારાજા ” તરીકે લઈને પંકિતને અત્યંત રોચક બનાવવામાં આવી છે.
પાંચમા દેવલોકમાં પૂજાયેલી આ પ્રતિમા ઈન્દ્ર મહારાજા દ્વારા બાલબ્રહાચારી શ્રી નેમિનાથ પ્રભુના સુચનથી કૃષ્ણ મહારાજાના ગૃહચૈત્યમાં પધરાવવામાં આવે છે ત્યારબાદ દ્વારિકાનગરીનાઠહ અવસરે આ પ્રતિમાજીને શાસન અધિષ્ઠાયિકા અંબિકાદેવી ગિરનારની ગુફામાં પધરાવી અવસરે રત્નશ્રાવકને આ પ્રભુજી અર્પણ કરે છે. રત્નશ્રાવક તે પ્રભુજીને ગિરનારની પ્રથમ ટૂંક ઉપર લગભગ ૮૫ હજાર વર્ષ પૂર્વે સ્થાપન કરે છે, જે આજે પણ ગિરનાર ઉપર બિરાજમાન છે.
// ૨૭૪ ||