________________
III
(૧૫) ભૂમિશુદ્ધિ માટે એક કળશમાં સુગંધિત સુવર્ણજળ તથા પુષ્પ અને એક વાટકીમાં કેસર તથા પુષ્પ
તૈયાર રાખવા. (૧૬) શાંતિકળશની સંપૂર્ણ તૈયારી કરવી. દા.ત. અષ્ટમંગલનો ઘડો, સોપારી, બદામ, સવારૂપિયો,
ચોખા, કળશો, નાડાછડી, નાગરવેલના પ પાન, શ્રીફળ, લીલું કપડું, વરખ, કેસર, બાદલું,
પુષ્પમાળા આદિ. (૧૭) ૧૦૮ દીપકની આરતિ-મંગલદીવો અને કપૂર તૈયાર રાખવા. (૧૮) બે થાળીમાં કોરા ચોખા વધાવવા માટે રાખવા. (૧૯) પુજનાર્થીનાં હાથમાં મીંઢળ અથવા નાડાછડી બંધાવવી. (૨૦) પરમાત્માની દષ્ટિ ન પડે ત્યાં તિલકની (બાદલા સાથે) તથા મુગટ-માળા પહેરવાની વ્યવસ્થા
કરવી. (૨૧) પૂજનાર્થીને હાથ ધોઈ ધૂપી પછી જ પૂજન કરાવવું.
/
૧ /