________________
8 ||
માંડલાની સામે યંત્ર(પટ) માટે ચોરસ બાજોઠ મૂકી બાજોઠ નીચે ચોખાથી સાથિયો કરી શ્રીફળ,
સોપારી, બદામ, સવા રૂપિયો મૂકવો. (૯) બાજોઠ પર નાળચાવાળો થાળ મૂકી કેસરથી સાથિયો કરી, સવા રૂપિયો, ચોખા, સોપારી, બદામ
મૂકી યંત્ર(પટ) પધરાવવું. (૧૦) યંત્ર(પટ) અને મૂર્તિ પાસે પૂજાની સામગ્રી તૈયાર રાખવી. દા.ત. કેસર, બરાસ, મોટી થાળી
ભરીને કુસુમાંજલી, નાડાછડી બાંધેલા કળશો, પૂજાની થાળી, વાટકી, પુષ્પો, અડધીબાલ્દી પંચામૃત, એકબાલ્દી શુદ્ધપાણી, અંગભૂંછણા, પાટલૂછણા, નેપકીન, ધૂપ, દીપક, માચિસ, કુંડી
વગેરે.... (૧૧) યંત્ર(પટ) સામે ૩-૪ કટાસણા પાથરવા. (૧૨) ૪ દેરી પાસે તેમાં પધરાવવાના દ્રવ્યની થાળી મૂકવી. (૧૩) સિંહાસન અને યંત્ર(પટ) પાસે ધૂપ-દીપક અખંડ ચાલુ રાખવા. (૧૪) વિધિકારકે જ્યાં બેસવાનું હોય ત્યાં ૧ થાળીમાં રક્ષાપોટલી, મીંઢળ, વાસક્ષેપ તૈયાર રાખવા,
થાળી ડંકો તૈયાર રાખવો.
|
8 ||