________________
| ‰‰॥
શિવ શિ x 6 - 5 -
જ
સાડા ત્રણ મહિનાનો આ સમયગાળો મારા માટે “ગોલ્ડન-પિરિયડ” હતો. આટલા સમયમાં સંયમી અને તપસ્વી સાધ્વીજી ભગવંતોને ન્યાયસિદ્ધાંતમુક્તાવલિ (સંપૂર્ણ), દશ વૈકાલિક આગમ (હરિભકીટ્રીકા-૪-અધ્યયન) સામાચારીપ્રકરણ (સંપૂર્ણ) અને ઉપદેશ-રહસ્ય (એક મુનિવરશ્રીને (અપૂર્ણ)) ભણાવવાનો અને એ દ્વારા નિજાત્માને સ્વાધ્યાયસરિતામાં ડૂબાડવાનો સુઅવસર સાંપડ્યો.
મારા માટે સૌથી શ્રેષ્ઠ ઉપલબ્ધિ એ હતી... વિદ્યાર્થી મહાત્માઓની શ્રેષ્ઠ સંયમશીલતા... સાથે સાથે અધ્યયન પ્રત્યેની ધગશ, લગન, વિનયશીલતા અને તપ-સંયમના સુપુષ્પોથી સુવાસિત અધ્યયન-પ્રતિબદ્ધતા ! આ બધાથી હું અતિપ્રસન્ન થયો.
સૌથી શ્રેષ્ઠ પ્રભાવિત બન્યો... પૂજ્યપાદ પરમસંયમી, ૧૭-૧૭ વર્ષથી લગાતાર આયંબીલ-વ્રતના આશિક અને આરાધક મુનિરાજશ્રી (હવે પંન્યાસપ્રવર) હેમવલ્લભવિજયજી મહારાજથી..! અણાહારી-પદના સોપાન સમી આયંબીલની માત્ર આરાધના જ નહિ, અનર્ગળ-પ્રીતિ ! નિર્દોષ આહારચર્યા અને નિર્મળ-સંયમચર્યા ! પ્રશાંત નિર્મળ ગંગાના નીર-પ્રવાહ સમી સ્વભાવ સુંદરતા ! શ્રી ગિરનાર તીર્થ પ્રત્યે અદ્ભુત અને અનરાધાર પ્રીતિ ! સ્વ. ગુરુદેવો (૧) પૂ.પાદ આ.શ્રી હિમાંશુસૂરિ-દાદા પ્રત્યે (૨) પૂ.પાદ ગુરુદેવ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. પ્રત્યે (૩) પૂ.પાદ ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિજી મહારાજ પ્રત્યે અને (૪) પૂ.પાદ સ્વગુરુવર શ્રી ધર્મરક્ષિતવિજયજી મ. પ્રત્યે પૂર્ણ સમર્પણયુક્ત વફાદારી !
મુનિરાજશ્રીના આ બધા ગુણોને જોતાં હૈયું પોકારી ઉઠતું... “સાધુ હો તો આવા !”
પં.શ્રી હેમવલ્લભવિજયજી મહારાજની તીર્થભક્તિનો અને આયંબીલની અખંડ આરાધનાનો જ એ અવિહડ પ્રતાપ છે કે... પાંચ વર્ષ પહેલાં ગિરનાર તીર્થમાં વાર્ષિક પાંચ-સાત હજાર યાત્રિકો આવતા હતા, એ આંકડો આજે લગભગ અઢી લાખ ઉપર પહોંચી ચૂક્યો છે.
તીર્થોત્કર્ષ ખાતર પ્રાણની પરવા કર્યા વગર અને લોકૈષણાથી લાખો જોજન દૂર રહીને શ્રીગિરનારની ગોદમાં અડિંગો જમાવીને બેસી જનારા ગુરુ-શિષ્યની જોડલી : પૂ.પં. શ્રી ધર્મરક્ષિતવિજયજી મહારાજને અને પૂ.પં.શ્રી હેમવલ્લભવિજયજી મહારાજને ક્રોડો ક્રોડો વંદન ! તેમના સમર્પિત-સુવિનીત શિષ્યગણને પણ ક્રોડો ક્રોડો પ્રણામ... તેમના સર્વ સત્કાર્યમાં સહાયક બનવા બદલ !
મિ
ના
થ
ม
|| ‰ |