________________
/૬૦ |
શ્રી ગિરનાર તીર્થ-મહિમા-ગર્ભિત આ પૂજાઓની સીડી પણ પ્રગટ કરવામાં આવી છે, જેમાં અગિયારેય પૂજાઓ જુદા જુદા સુપ્રસિદ્ધ સંગીતકારોના મુખે કર્ણપ્રિય સુમધુર સંગીત સહિત રજૂ કરવામાં આવી હોવાથી ભાવવધૂક અને ભક્તિપ્રેરક બની શકે તેમ છે.
પૂજ્ય મહારાજશ્રીના હૃદયમાં નિરંતર સદભાવનો એ સમંદર વાંભ વાંભ ઉછળી રહ્યો છે કે, “મારા મહાન તીર્થાધિરાજ શ્રી ગિરનાર તીર્થનો મહિમા અને પ્રભાવ શ્રી સિદ્ધાચલ ગિરિરાજની જેમ દિનાનુદિન વૃદ્ધિગત બનતો રહે.” અને તે માટે જ તેઓ ચોવીસે કલાક અને એની પ્રત્યેક પળોમાં પ્રવૃત્ત અને દત્તચિત્ત રહે છે.
વિ.સં. ૨૦૬૮ની સાલનું ચાતુર્માસ.
પૂજ્ય મહામેધાવી અને સ્વભાવ-સૌંદર્યના સ્વામી આચાર્ય શ્રી વિજય મુક્તિવલ્લભસૂરીશ્વરજી મ.સા. તરફથી એક મંગળ-પળે ફોન આવ્યો : “ધનંજયભાઈ ! આ વર્ષે શ્રીગિરનાર તીર્થમાં સા.શ્રી ઉજ્જવલધર્માશ્રીજી મ.ની શિષ્યાઓને ન્યાય અને આગમનું અધ્યાપન કરાવવા જાઓ તો ઘણો લાભ થશે.”
પૂજ્ય આચાર્યશ્રી સાથેના મારા મધુરતમ સંબંધોને નિહાળતાં ના પાડવાને કોઈ અવકાશ જ ન હતો અને મને અનુકૂળતા પણ હતી જ.
લગભગ ૩ મહિના જેટલો સમય શ્રીગિરનારની ગરવી ગોદમાં રહેવાનું સૌભાગ્ય મળ્યું.
નિશ્રાદાતા હતા : મારા મહાન ઉપકારી અને આત્મસખા-સમા, મહાતપસ્વી પૂજ્યપાદ (હવે સ્વર્ગસ્થ) પંન્યાસપ્રવરશ્રી યશોભૂષણવિજયજી મહારાજ. તેમની નિશ્રામાં વિરાજિત હતા : પૂ. મહાતપસ્વી ગુરુ-શિષ્ય બેલડી : પૂ.પં. શ્રી ધર્મરતિવિજયજી મ.સા. અને પૂ. પં.શ્રી હેમવલ્લભવિજયજી મ.સા. તથા તેમનો શિષ્યગણ. ઉપરાંત પૂ. સંયમશીલા સાધ્વીવર્યા શ્રી ઉજ્વલધર્માશ્રીજી આદિ ૨૦ ઠાણા !
|| ૨૦ ||