________________
તપાગચ્છીય છે
- -:: ભૂમિકા ::શ્રમમાં સંમેલન જ
અનાદિ-અનંતકાળથી શાશ્વત સિદ્ધાંતોના આધારે ચાલતું શ્રીજૈનશાસન જગતના જીવોને સન્માર્ગની પ્રાપ્તિમાં કારણ બને છે. અવસરે અવસરે આ વિશ્વમાં અવતરતા વિ.સં.૨૦૭૨ શ્રીતીર્થંકરભગવંતો પોતાની વિશિષ્ટ ભાવકરુણાના પરિપાકરૂપે શાસનની સ્થાપના કરીને વિશ્વને વાસ્તવિક મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે. એ તારકોની અનુપસ્થિતિમાં પણ
તેઓશ્રીજીએ વહેતો કરેલો મોક્ષમાર્ગ જગતના જીવો માટે દીવાદાંડીરૂપ બની રહે છે. આસન્ન ઉપકારી શ્રી વીર પરમાત્માએ આજથી ૨૫૭૨ વર્ષ પૂર્વે શાસન સ્થાપીને આવા જ મોક્ષમાર્ગને વહેતો કરેલો.
અવસર્પિણીકાળ અને એમાંય અનંતકાળે આવતો હુંડા અવસર્પિણીકાળ, પાંચમો આરો, કેવળીભગવંતો અને પૂર્વધરમહાપુરુષોનો ક્રમશ: થઈ રહેલો અને છેવટે થઈ ઇ ગયેલો વિરહ, આ બધાં પરિબળોને કારણે અણિશુદ્ધ મોક્ષમાર્ગને ટકાવવા તે તે સમયે શ્રીસંઘને અથાક પ્રયત્નો કરવા પડ્યા છે.
સૌ પ્રથમ પ્રયત્નરૂપે વીર સં. ૧૬૦માં જ્યારે ચૌદપૂર્વોનું જ્ઞાન ધરાવનાર માત્ર એક મહાપુરુષ પૂ.ભદ્રબાહુ સ્વામીજી જ રહેલા, ત્યારે પાટલીપુત્રમાં ભેગા થયેલા શ્રીસંઘે ૫૦૦ ચુનંદા સાધુભગવંતોને પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા ખાસ આજ્ઞા કરીને શ્રીભદ્રબાહુવામીજી પાસે મોકલ્યા હતા, કારણ કે શ્રીસંઘ એમ સમજતો હતો કે “શ્રત હશે તો જ માર્ગ ટકશે.'
ત્યારબાદ વીર સં. ૧૯૨માં મંદસૌરનગરમાં પૂજ્ય આચાર્યશ્રીઆર્યરક્ષિતસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ચતુર્વિધ સંઘ એકઠો થયો હતો. તે વખતે પણ મૃતપ્રાપ્તિ સૌના માટે સુલભ બને એ માટે, વિષમકાળના પ્રભાવે હીયમાન ક્ષયોપશમને ધ્યાનમાં લઈ તે પૂજ્યશ્રીએ સમગ્ર શ્રતને ચાર અનુયોગના વિભાગમાં વહેંચી દીધું અને પડતા કાળના કારણે બદલાઈ રહેલા આત્મપરિણામોને ધ્યાનમાં લઈ, લાયક આત્માઓનું હિત જોખમાય નહિ તે માટે સાધ્વીજી ભગવંતોના કેટલાક અધિકારો મર્યાદિત કર્યા.
વીર સં. ૮૩૦ થી ૮૪૦ દરમ્યાન ભૂલાઈ રહેલા આગમજ્ઞાનને ટકાવી રાખવા વલ્લભીપુર અને મથુરામાં આગમવાચનાઓ થઈ. એની પાછળ પણ આશય એક જ હતો : જિનાજ્ઞા આગમગ્રન્યો દ્વારા જાણી શકાય છે અને ધર્મ જિનાજ્ઞા સાથે બંધાયેલો છે.
વીર સં. ૯૮૦માં શ્રીદેવદ્ધિગણિક્ષમાશ્રમણભગવંતે વલ્લભીપુરમાં ૫૦૦ આચાર્યભગવંતોની સાથે મળીને શ્રુતરક્ષા માટે અપરંપાર પ્રયત્નો કર્યા.
એ પછીના પણ હજાર-પંદરસો વર્ષના જૈનશાસનના ઈતિહાસને જોતાં જણાય છે કે અનેકાનેક શ્રમણસમેલનો આચાર-વિચારની દઢતા માટે મળ્યાં. અને સાધુમર્યાદાપટ્ટકો રચાયા.
આ બધા જ શ્રમણસંમેલનોમાં એકસરખું જણાતું લક્ષણ જો કોઈ હોય તો એ જ કે દરેક મહાપુરુષોએ આવા સમયે જિનાજ્ઞાને વફાદાર રહી, શાસ્ત્રોને અને શાસ્ત્રાનુસારી સુવિહિત પરંપરાને દષ્ટિ સમક્ષ રાખીને જ શ્રીજૈનશાસનને સુરક્ષિત રાખવાનો અને શ્રીસંઘનો યોગક્ષેમ કરવાનો સમ્યક પ્રયત્ન કર્યો છે.
I૮