________________
‘તપાગચ્છીય છે
શ્રમણ
સંમેલન
જ
છે
વિ.સં.૨૦૭૨ ૪
શ્રીજિનાજ્ઞાનું વહન કરતી શાસ્ત્રાજ્ઞા અખંડિત રહે અને શ્રીસંઘનું ઐક્ય જળવાઈ રહે તે માટેના પ્રયત્નો સૌએ કર્યા. વિષમકાળના પ્રતાપે મહાપુરુષો સમક્ષ જ્યારે પણ એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી કે બેમાંથી એક પસંદગી કરવાની છે: કાં બધા સાથે રહો કાં શાસ્ત્રની સાથે રહો. ત્યારે શ્રીજિનવચનને જ તારક સમજતા સૌ પૂજ્યોએ પોતાનું જીવન શ્રીજિનવચનના ચરણે ધર્યું હતું.
ખૂબ નજીકનો ભૂતકાળ તપાસીએ તો વિ.સં. ૧૯૭૬, વિ.સં.૧૯૯૦ અને વિ.સં.૨૦૧૪માં પણ તત્કાલીન ધુરીણ ધર્માચાર્યો આ જ માર્ગે ચાલ્યા છે અને આપણા સુધી અણિશુદ્ધ અને અવિચ્છિન્ન મોક્ષમાર્ગ પહોંચાડ્યો છે.
એ જ વારસાને વરેલા આપણા વર્તમાનકાલીન પૂજ્યોએ પણ જ્યારે વિ.સં.૨૦૭૨માં સંમેલન માટેનો પ્રસંગે ઉપસ્થિત થયો ત્યારે શાસન અને શ્રીસંઘના હિતને નજર સામે રાખીને પ્રસ્તુત શ્રમણસંમેલનમાં સહભાગી બનવા પોતાની સંમતિ દર્શાવી જ હતી. પરંતુ ત્યારબાદ જ્યારે પરિસ્થિતિએ અલગ જ વળાંક લીધો અને શાસ્ત્રમતિ આધારિત સર્વસંમતિને બદલે બહુમતીનું ધોરણ અપનાવવું વગેરે વાત આવી ત્યારે એ અંગે પુનર્વિચાર થાય અને આજ સુધીની પ્રભુશાસનની પરિપાટીને યથાવત્ જાળવવામાં આવે તે માટે અપાર પ્રયત્નો કરાયા. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના આગેવાનોએ પણ આ અંગે પ્રયત્નો કર્યા હતા.
કોઈ વિચિત્ર ભવિતવ્યતાના યોગે વિ.સં.૨૦૭૨ ફાગણ વદ ૨ તા.૨૫-૩-૨૦૧૬ની રાત્રિના સાડાદશ વાગ્યા સુધી ચાલેલા એ પ્રયત્નોને જ્યારે ધ્યાનમાં ન જ લેવામાં આવ્યા, ત્યારે જૈનશાસનની ચાલી આવતી પરિપાટીને બદલે બહુમતીની નવી પરિપાટી શાસનમાં ન પ્રવેશી જાય, તે માટે અને શ્રી જૈનસંઘ સમસ્તને શાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી સુવિહિત પરંપરા મુજબ, સર્વસંમતિથી સાચું માર્ગદર્શન મળી રહે તે માટે બીજા દિવસથી જ તપાગચ્છીય શ્રમણ સંમેલનનો પ્રારંભ પાલીતાણા મહારાષ્ટ્રભુવન મધ્યે થયો.
લગાતાર સાત-સાત દિવસ સુધી રોજના કલાકો સુધી અથાક પ્રયત્ન કરીને પૂજ્યોએ તમામ તપાગચ્છીય શ્રીસંઘોને પંચાચારના પાલનમાં દઢ બનાવવા માટે ૭૮ નિર્ણયો લીધા. પાલીતાણામાં અનુપસ્થિત વિશિષ્ટ પ્રજ્ઞા ધરાવતા પૂજ્યોના પણ અભિપ્રાયો મંગાવી શાસ્ત્રસંમત સર્વસંમતિથી એ નિર્ણયોને અંતિમ ઓપ અપાયો.
વિ.સં. ૨૦૭૨ના ફાગણ વદ ૯ શનિવાર તા.૨-૪-૨૦૧૬ના રોજ તે નિર્ણયોની ઉદ્ઘોષણા સમસ્ત સંઘ સમક્ષ કરવામાં આવી. એ જ નિર્ણયો આજે વિધિવત્ આપશ્રી સુધી પહોંચાડવામાં આવ્યા છે. તપાગચ્છીય શાસ્ત્રપ્રેમી શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રીસંઘ આ નિર્ણયોને સમજી, સ્વીકારી, સ્વ-સ્વભૂમિકાનુસાર સ્વજીવનમાં અને શ્રીસંઘમાં અમલમાં મૂકી, આત્મકલ્યાણ સાધે એ જ શુભાભિલાષા.
છે
TI૯ll