________________
તપાગચ્છીય છે
પાલીતાણાના વિરાટ (!) તપાગચ્છીય શ્રમણ સંમેલન અંગે નિવેદન શ્રમણ સંમેલન
પાલીતાણા ખાતે વિ.સં. ૨૦૭૨ના ફાગણ વદ ૩, તા.૨૬-૦૩-૨૦૧૬થી શરૂ થઈ રહેલા શ્રમણ સંમેલનમાં જોડાવા માટે અમને પણ આમંત્રણ વિ.સં.૨૦૭૨
આપવામાં આવ્યું હતું. જો કે આમંત્રણ આપનાર “પ્રવર સમિતિ'માં અમારા સમુદાયને સ્થાન અપાયું નથી; એટલું જ નહિ, પણ સંમેલનમાં શું એજન્ડા છે?’ તેની પણ આજ સુધી અમને જાણ કરાઈ નથી. આમ છતાં, એક માત્ર શાસનહિતને નજર સમક્ષ રાખીને શાસ્ત્રનીતિ અનુસાર સહભાગી બનવાની સંમતિ અમોએ લખી મોકલી હતી.
પરંતુ ત્યારબાદ લગભગ અઢી માસ પછી સૌને વિશ્વાસમાં લીધા વિના સંમેલન માટેની નવી આઠ કલમો દાખલ કરવામાં આવી, અને અત્યાર છેસુધીના સંમેલનોમાં ક્યારેય ન બની હોય તેવી ‘આઠ કલમની નીચે સહી કરે તેને જ સંમેલનમાં પ્રવેશ આવી નીતિ અખત્યાર કરવામાં આવી.
એ આઠ કલમમાં શાસનની એકતા અને સમન્વય માટે જોખમી બને તેવી વાંધાજનક, મુખ્યત્વે બે કલમો દૂર થાય અથવા યોગ્ય સુધારો થાય તે માટે અમોએ સાડા પાંચ મહિના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે પ્રયત્નોને ધ્યાનમાં લેવામાં ન આવ્યા અને એક ચોક્કસ વર્તુળ દ્વારા સંમેલનમાં અમો પ્રવેશ ન કરી શકીએ તેવી સ્થિતિ ઉભી કરવામાં આવી; તેથી અમો નીચે સહી કરનારા ત્રણ સમુદાયો (૪૫ જેટલા આચાર્યો, ૧૯૦૦ જેટલા સાધુ-સાધ્વીઓ) સંમેલનમાં પ્રવેશ નથી કરી શક્યા તેની શ્રીસંઘને જાણ કરવામાં આવે છે.
જિનશાસનમાં શાસ્ત્રમતિ જ સર્વોપરી છે. શાસ્ત્રમતિ સહિતના નિર્ણયો સર્વસંમત હોય ત્યારે તેનું પાલન વિના વિરોધે શ્રીસંઘમાં થાય. શ્રીસંઘના યોગક્ષેમ માટે શ્રમણ સંમેલનો યોજાય છે, ત્યારે આ શાસ્ત્રનીતિ-રીતિ મુજબ મહાપુરુષો શ્રીસંઘને એક સૂત્રે પરોવાયેલો રાખે છે.
વિસંવાદ હોય ત્યાં સંવાદ સાધવા માટે સંમેલન યોજાતું હોય છે, આ સંમેલનમાં સંવાદ સધાવાના બદલે સંમેલન પહેલા જ શરતો દ્વારા વિસંવાદ ઊભો કરવામાં આવ્યો છે. સંમેલનમાં જો સર્વમાન્ય ઠરાવો નહિ થાય તો શ્રીસંઘોમાં સંગઠન અને સંવાદ કઈ રીતે થશે?
//૪||