________________
స్వస్వరున
. તપાગચ્છીય
શ્રમણ સંમેલન વિ.સં.૨૦૭૨
దు
-:: પ્રકાશકીય ઃ
શ્રી શત્રુંજયમહાતીર્થની પાવન છત્રછાયામાં વિ.સં.૨૦૦૨ના ફાગણ વદ ૩ થી ફાગણ વદ ૮ના દિવસો દરમ્યાન તપાગચ્છના ત્રણ સમુદાયોના ૪૫ આચાર્યભગવંતો તથા ૧૯૦૦ જેટલા સાધુ-સાધ્વીજી ભગવંતોના સમર્થન સાથે મહારાષ્ટ્રભુવન ખાતે તપાગચ્છીય શ્રમણસંમેલન યોજાયું.
સમગ્ર જૈનશાસનની ધરીરૂપ પંચાચારને આધાર બનાવી તત્ર ઉપસ્થિત ૧૬ આચાર્યભગવંતો, અનેક પદસ્થ પૂછ્યો આદિ શતાધિક મહાત્માઓએ રોજના કલાકો સુધી સઘન વિચારણા કરી.
ચતુર્વિધ શ્રીસંઘમાં પંચાચારના પાલનમાં દઢતા આવે, પ્રવેશી ગયેલી શિથિલતાઓ દૂર થાય, વિષમકાળના પ્રભાવે મૂળ પ્રભુમાર્ગની સામે ઊભા થયેલા વિપરીત પ્રવાહોથી શ્રીસંઘને સાવધ કરી શકાય અને આના દ્વારા ભારતભરના અને વિદેશસ્થ જૈનોને સાચું માર્ગદર્શન મળી રહે તે માટે પૂજ્ય આચાર્યભગવંતોએ ૭૮ જેટલા નિર્ણયો ર્ડા. તે નિર્ણયોની ઉદ્ઘોષણા ફાગણ વદ ૯ શનિવાર તા.૨-૪-૨૦૧૬ના રોજ ભારતભરમાંથી પધારેલા અનેક સંઘોના આગેવાન આદિ ૩૦૦૦થી વધુ ભાવિકોની ઉપસ્થિતિમાં કરવામાં આવી, જેને સૌએ હર્ષભેર વધાવી લીધી.
આજની આ સભામાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખશ્રી સંવેગભાઈ પણ ઠરાવની ઉદ્ઘોષણા સમયે આદિથી અંત સુધી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ પ્રસંગને અનુરૂપ મનનીય ઉદ્બોધન કર્યું હતું.
આ ૭૮ નિર્ણયોને જરૂરી વિશેષનોંધ સાથે પ્રકાશિત કરી સકળ શ્રીસંઘના કરકમળમાં મૂકતા અમો અત્યંત આનંદ અનુભવીએ છીએ. આ નિર્ણયોના પાલન માટે આપણે સૌ આ ક્ષણથી જ કટિબદ્ધ બનીએ. તેના દ્વારા શ્રીજૈનશાસનની ઉત્કૃષ્ટ આરાધના કરીને પૂજ્યોએ આપણા પરની હિતબુદ્ધિથી કૃપા કરીને જે પરિશ્રમ ઉઠાવ્યો છે તેને સફળ બનાવવાપૂર્વક મુક્તિપદના ભોક્તા બનીએ એ જ એક શુભાભિલાષા.
-
તપાગચ્છીય શ્રમણોપાસક શ્રીસંઘ
స్వజాజర దంగ
11311