________________
. તપાગચ્છીય છે
શ્રમણ
સંમેલને વિ.સં. ૨૦૭૨
స్వPurangalorious
૭૮) કુદરતી આફતોમાં અનુકંપા
કુદરતી આફતો સ્વરૂપ ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડા, દુષ્કાળ વગેરે અવસરે ‘નાતજાતના ભેદભાવ વિના આફતગ્રસ્ત દુઃખી મનુષ્યો કે પશુઓને શ્રીજૈનશાસનની વિવેકમર્યાદાને અનુસરીને અનુકંપાના પરિણામપૂર્વક શક્તિ અનુસાર જરૂરી બધી જ સહાય પૂરી પાડવી’ આ જિનશાસનની ઉદાર દષ્ટિ રહી છે. સાચો ધર્માત્મા કોઈ સામાન્ય દુઃખી જીવને જોઈને પણ કરુણાથી છલકાયા વગર રહે નહિ, તો ભયંકર અને આકસ્મિક આપત્તિગ્રસ્ત જીવ માટે તો એ દયાર્દ્ર બન્યા વિના કેમ રહે ! આથી આવા અવસરે પ્રત્યેક સમર્થ શ્રાવક-શ્રાવિકા વર્ગે પોત-પોતાને ઉચિત અનુકંપા-જીવદયાદિનું કાર્ય જૈનશાસનના નામે શાસનનું ગૌરવ વધે અને એ દ્વારા અનેક જીવોના હૃદયમાં બોધિબીજનું વાવેતર થાય તે રીતે કરવું જોઈએ.
શ્રી શત્રુંજય મહાતીર્થની પાવન છત્રછાયામાં વિ.સં.૨૦૭૨ ફાગણ વદ ૩ શનિવાર તા.૨૬-૩-૨૦૧૬ થી ફાગણ વદ ૮ શુક્રવાર તા.૧-૪-૨૦૧૬ દરમ્યાન યોજાયેલા તપાગચ્છીય શ્રમણસંમેલનમાં ચતુર્વિધ શ્રીસંઘ માટે થયેલા ૭૮ નિર્ણયો ૪૫ આચાર્યો, અનેક પદો તેમજ ૧૯૦૦ જેટલા શ્રમણશ્રમણીઓથી પરિવરેલા નીચે સહી કરનારા ત્રણ સમુદાયોએ શાસ્ત્રમતિ આધારિત સર્વસંમતિથી કરેલ છે.
આ.વિ.હેમેન્દ્રસૂરિ
આ.વિ.સોમસુંદરસૂરિ આ.વિ.જિનચન્દ્રસૂરિવતી આ.વિ.યોગતિલકસૂરિ
આવિ.લલિતશેખરસૂરિ આ.વિ.પુણ્યપાલસૂરિ આ.વિ.મુક્તિપ્રભસૂરિ આ.વિ.કીર્તિયશસૂરિ
||૪૩ો