________________
Here
તપાગચ્છીય
શ્રમણ સંમેલન વિ.સં. ૨૦૭૨
* છે.
સંખ્યા વધે એ કરતાં તેવા જૈનો સાચા અર્થમાં જૈનો બને એવો પુરુષાર્થ કરવો અતિ જરૂરી છે.
જૈન પરિવારોમાં જન્મનું પ્રમાણ વધારીને જૈનોની સંખ્યાનો વધારો કરવાની વાત જૈનશાસને, તેના સંસ્થાપક એવા શ્રીજિનેશ્વરદેવે કે તેના અનુયાયી એવા આજ સુધીમાં થયેલા ચતુર્વિધ શ્રીસંઘે ક્યારેય કરી નથી. આ વાત સાધ્વાચારથી અને જૈનશાસનની સુવિહિત પરંપરાથી વિરુદ્ધ છે.
a
૭૬) જૈનોનો રાજકારણમાં પ્રવેશ
વર્તમાનનું રાજકારણ એવું છે કે સારી બુદ્ધિથી અને સારા આશયથી પણ ત્યાં જનારા મોટેભાગે વર્તમાન તંત્રના કારણે સ્વયં સ્વધર્મથી ચૂક્યા વિના રહી શકતા નથી, અને ભૂતકાળનો ઈતિહાસ પણ એ વાતનો સાક્ષી છે, કે કોઈપણ મહાપુરુષે કોઈનેય રાજકારણમાં જોડવાનો પ્રયત્ન કર્યો નથી. પૂર્વના મહાપુરુષોએ સમકાલીન રાજાઓ, મંત્રીઓ કે અધિકારીઓ પાસેથી શાસન ઉપયોગી તીર્થરક્ષા-ધર્મરક્ષા-જીવરક્ષાદિ કાર્યો કરાવી, શાસનની સેવામાં તેઓને જોડ્યા છે. વર્તમાનમાં પણ આ જ માર્ગે ચાલવા જેવું છે.
r
૭૭) જૈનોનો કાયદાકીય વિભાગ (લીગલ સેલ)
વર્તમાન સરકારી તેમજ ન્યાયિક તંત્રના કારણે સામર્થ્ય હોવા છતાં પણ શ્રીસંઘ અનેકાનેક સમસ્યાઓનો સામનો કરી શકતો નથી. તીર્થરક્ષાના પ્રશ્નો, વહીવટી પ્રશ્નો, સરકાર કે અન્યો દ્વારા આપણી સંપત્તિ-સ્થાનો પર કબ્બાના પ્રશ્નો, નવાનવા કાયદાના પ્રશ્નો, કોર્ટ કેસના પ્રશ્નો, જીવદયા-પાંજરાપોળ અંગેના પ્રશ્નો, મિડીયા વગેરેમાં અપપ્રચારના પ્રશ્નો, ધર્મસ્થાનો બંધાવવા અંગેના પ્રશ્નો તેમજ તેવા અન્ય અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવું અત્યન્ત જરૂરી બન્યું છે. આ આ માટે શ્રીસંઘનો કાયદાકીય વિભાગ બનાવવો જરૂરી છે. તે વિભાગ દ્વારા જૂના પ્રશ્નોના ઉકેલ આવે, નવા પ્રશ્નો ઉભા ન થાય અને શ્રીસંઘો-ટ્રસ્ટોને નિયમિત રીતે માર્ગદર્શન મળી રહે તે માટે શ્રમણસંમેલન આ બાબતને ગંભીરતાથી અગ્રતાક્રમે (પ્રથમ) રાખવાની ભલામણ કરે છે.
range
il૪૨