________________
તપાગચ્છીય
સમસ
સંમેલન વિ.સં. ૨૦૭૨
છે.
સંરક્ષણ થાય, ધર્માન્તરણ ઉપર રોક લાગે, સંસ્કારોનું રક્ષણ અને સંવર્ધન થાય, સાધર્મિકોની કાળજી લેવાય, તે-તે પ્રદેશના ભદ્રિક અજૈનો પણ જૈન આચાર-વિચારથી પ્રભાવિત થઈ બોધિબીજાદિ પામે અને આ બધાથી સર્વત્ર જૈન સંઘની આધ્યાત્મિક ઉન્નતિ થાય, જિનશાસન ઝળાહળાં બને, જૈન જયતિ શાસનનો ઘોષ દિગદિગંતરમાં ગાજે.
૭૪) જૈનની ન્યૂનતમ આચારમર્યાદા
આજે જૈનોના ઘરમાંથી પાયાના નિયમરૂપ ગણાતા જૈનાચારો બહુ ઝડપથી નાશ પામતા જાય છે. માટે આ સંમેલન ભારપૂર્વક ભલામણ કરે છે, કે શ્રીસંઘના પ્રત્યેક પરિવારમાં ઓછામાં ઓછું જિનદર્શન-પૂજન, ગુરુવંદન, જિનવાણીશ્રવણ, નવકારશી, રાત્રિભોજનત્યાગ, કંદમૂળ-અભક્ષ્યખાનપાનનો ત્યાગ, ઓછામાં ઓછી પાંચ તિથિએ લીલોતરીનો ત્યાગ આદિ પાયાના આચારો પળાવા જ જોઈએ. ધ્યાન રાખવું કે દરેક પ્રકારના કાચા-પાકાં ફળો, લીલાં શાક અને ભાજી લીલોતરીમાં ગણાય છે. પાયાના આચારો ટકશે તો ધર્મનો પ્રવેશ અને પાલન શ્રાવકજીવનમાં સુલભ અને સુકર બનશે.
janasekaragiriraorate
૭૫) જૈનોની સંખ્યામાં વૃદ્ધિ
જૈનોની સંખ્યા જે ઘટી રહી છે, તેની વૃદ્ધિ કરવી તે ચતુર્વિધ શ્રીસંઘનું પરમ કર્તવ્ય બને છે. તે માટે શ્રમણ-શ્રમણીવૃંદે વિવિધ ક્ષેત્રોમાં વિચરીને પોતાના વિશિષ્ટ જ્ઞાન અને સંયમજીવનના નિર્મળ આચારો દ્વારા પોતાની મર્યાદા પ્રમાણે જિનવચનાનુસાર યથાયોગ્ય ધર્મદેશના દ્વારા પરિચયમાં આવનાર દરેકને કોઈપણ જાતના ભેદભાવ વિના જૈન સિદ્ધાન્તો તથા ઉત્તમ આચાર-વિચારનું જ્ઞાન આપવું જોઈએ. જેઓ ભૂતકાળમાં જૈન હતા પરંતુ હાલ સંયોગવશ જૈનધર્મથી દૂર ચાલ્યા ગયા છે કે પોતાનું જૈનત્વ ભૂલી ગયા છે, તેમને પણ તેમના પૂર્વજોનો વાસ્તવિક ભૂતકાળ સમજાવી પ્રભુના માર્ગે પુનઃ પાછા વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ જ રીતે શ્રાવક-શ્રાવિકા વર્ગે પણ પોતાના તન-મન-ધન-બુદ્ધિપ્રતિભા અને સમયનો સદુપયોગ કરી અનેકાનેક આત્માઓ પ્રભુના માર્ગના સાચા અર્થમાં અનુયાયી બને તેવા જૈનોની વૃદ્ધિ કરવાના આ કાર્યમાં સહભાગી બનવું જોઈએ. જૈનત્વ વિનાના જૈનોની માત્ર
I૪૧ી.