________________
તપાગચ્છીય છે
શ્રમણ
સંમેલન વિ.સં. ૨૦૭૨
૭૨) તપ-ઉજવણીમાં વિવેક
ઉપધાન-અઠ્ઠઈ-માસક્ષમણાદિ તપની પૂર્ણાહુતિ બાદ આજે ઘણે ઠેકાણે એવું જોવામાં આવે છે, કે તે જ નિમિત્તને પામીને સાધર્મિક વાત્સલ્ય કે સાધર્મિક ભક્તિને બદલે પાર્ટીઓ ગોઠવવામાં આવે છે, તે પણ રાત્રિસમયે, હોટલ-એ.સી. હૉલ-રીસોર્ટ-ઘાસવાળી ભૂમિ વગેરેમાં રખાય છે અને ભક્ષ્યભટ્સનો કોઈ વિવેક રખાતો નથી. આ બધું જ કર્મનિર્જરાને બદલે કર્મબંધનું કારણ બનતું હોવાથી તેમજ જૈનશાસનની, તપધર્મની અને તપસ્વીની પણ નિંદાઅપભ્રાજનાનો હેતુ હોવાથી સદંતર બંધ કરવા યોગ્ય છે.
6%
6
-: વીર્વાચાર:
ભૂમિકા આપણો આત્મા અનંતવીર્યનો સ્વામી છે. અત્યારે એ અનંતવીર્યનો અનંતમો ભાગ જ આત્મા પ્રગટ કરી શક્યો છે. જેટલું પણ આત્મવીર્ય પ્રગટે છે, એ પણ બહુધા આત્મા માટે જ બાધક બને તેવા સ્થાનોમાં વપરાય છે. આત્માનું વીર્ય આત્મા માટે સાધક એવા જ્ઞાનાચારાદિ રૂપ જૈનશાસન માટે વપરાય અને તે દ્વારા અનંતવીર્ય પ્રગટ થાય તેનું સાધન આ વીર્યાચાર છે. મન-વચન-કાયાને સમ્ય રીતે પ્રવર્તાવવા રૂપ ત્રણ પ્રકારના વીર્યાચારના સમ્યપાલન અને વિરાધનાત્યાગ માટેના નિર્ણયો :
6
%
૭૩) સાધુ-સાધ્વીજી વિચરણ .
વર્તમાનમાં તપાગચ્છમાં અંદાજે ૮૦૦૦ સાધુ-સાધ્વીજી ભગવંતોની વિરાટ સંખ્યા છે. તેમાંથી કુલ માત્ર ૨૦૦ સાધુ ભગવંતો અને ૮૦૦ સાધ્વીજી ભગવંતો માટે જો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ છોડીને બાકીના ૨૨ જેટલા રાજ્યોમાં વિચરણની ગોઠવણ થાય, આ દરમ્યાન સુરક્ષાદિની યથાયોગ્ય વ્યવસ્થા શ્રાવકસંઘ દ્વારા ગોઠવાય, તો પ્રાયઃ દરેક ગામોના જૈનોનું જૈનત્વ ટકે, જિનમંદિર ઉપાશ્રયાદિ જિનશાસનની સ્થાવર-જંગમ સંપત્તિનું
I/૪