________________
તપાગચ્છીય
શ્રમણ
સંમેલન વિ.સં.૨૦૭૨ -
૬૭) આરાધનાસ્થળોની મર્યાદા
ઉપાશ્રય-જ્ઞાનમંદિર-પાઠશાળા વગેરે આરાધનાસ્થળોમાં રત્નત્રયીસાધક પ્રવૃત્તિ જ થઈ શકે. તે સિવાયની બીજી, રત્નત્રયીની સાધનામાં બાધક બને તેવી-સામાજિક કાર્યક્રમો, રાજકીય કાર્યક્રમો, ભૌતિક ક્ષેત્રે કોઈપણ પ્રકારની સિદ્ધિ મેળવનારનું બહુમાન વગેરે કોઈપણ પ્રવૃત્તિ કરવી નહિ.
૬૮) ધર્મપ્રચારક
સાધુ તે કહેવાય કે જે પંચમહાવ્રતધારી હોય, સાધુનું ચિહ્ન સાધુવેષ અને રજોહરણ છે. જે ધારણ કરવાનો અધિકાર પંચમહાવ્રતધારી સાધુ સિવાય અન્ય કોઈને નથી. જ્યારે દેશવિરતિધર શ્રાવક તે કહેવાય કે જે અણુવ્રતધારી હોય. શ્રાવકજીવનમાં એકેય મહાવ્રત હોઈ શકે જ નહિ. શ્રાવકનું ચિહ્ન ચાંલ્લો અને ચરવળો છે.
પરદેશમાં કે દૂરના પ્રદેશોમાં ધર્મપ્રચાર માટે શ્રાવકને અમુક મહાવ્રત (!) કે જે ખરેખર મહાવ્રત તો નથી જ, પણ તેવી પ્રવૃત્તિ કરવાના કારણે સ્પષ્ટ રીતે સમ્યગ્દર્શનનો જ ઘાત થતો હોવાથી અણુવ્રતસ્વરૂપ પણ રહેતાં નથી, તેવાં કહેવાતાં મહાવ્રતો (!) આપી યતિદીક્ષા કે એવા કોઈપણ દરજ્જા સ્વરૂપે ધર્મપ્રચારક તૈયાર કરવા તે શાસ્ત્રસંમત તો નથી જ પણ સંપૂર્ણપણે શાસ્ત્રનિષિદ્ધ પ્રવૃત્તિ છે. આવી પ્રવૃત્તિ શ્રીજિનાજ્ઞાને સમર્પિત એવા શ્રીસંઘથી ક્યારેય માન્ય કરી શકાય નહિ. તેથી તેવી પ્રવૃત્તિને અમાન્ય ઠેરવીને આ શ્રમણસંમેલન શ્રીસંઘને જણાવે છે કે, આવી પ્રવૃત્તિને કોઈએ ક્યારેય પણ માન્યતા કે
ટેકો આપવો નહિ.
૬૯) જૈન પંચાંગ
સકલ શ્રીસંઘની પર્વતિથિ, કલ્યાણક તિથિ, દેરાસરની સાલગિરિ, પખ્ખુિ, ચોમાસી, સંવત્સરી વગેરેની તમામ આરાધનાઓ એક જ દિવસે એકસરખી રીતે થાય તો તે આદરણીય છે. તે માટે છેલ્લા કેટલાક સમયથી જૈન પંચાંગના નામે એક નવા પંચાંગની રચના કરવાનો પ્રયત્ન આરંભાયો છે. જો કે
జనస
||૩||