________________
గజినుడూ
તપાગચ્છીય
શ્રમણ સંમેલન વિ.સં.૨૦૭૨
నంద
કે પદવી આદિ કોઈપણ પ્રસંગે અપનાવવી નહિ. એ પદ્ધતિ શ્રમણજીવનની મર્યાદાને અનુરૂપ નથી. માટે આવો વ્યવહાર સાધુ-સાધ્વીજીએ કરવો-કરાવવો નહિ. ૬૦) શ્રમણવર્ગનું યોગક્ષેમ
પ્રત્યેક ગચ્છના નાયકોએ પોત-પોતાના આશ્રિત વૃદ્ધ-ગ્લાન સાધુ-સાધ્વીજી ભગવંતોના યોગક્ષેમ અને જંઘાબળ ક્ષીણ થાય ત્યારે સ્થિરવાસ આદિ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી કે જેથી તેઓની સમાધિ, સંયમ અને સ્વાસ્થ્ય જળવાય, તેમજ તેઓને પોતાના સ્વતંત્ર સ્થાનો ઊભા કરવાની અનિચ્છનીય પ્રવૃત્તિમાં પડવું પડે નહિ અને જ્યાં સુધી વિહાર કરવાની ક્ષમતા હોય ત્યાં સુધી સ્થિરવાસ કરવો-કરાવવો નહિ.
૬૧) શ્રમણવર્ગના અગ્નિસંસ્કારનું સ્થળ
પંચમહાવ્રતના પાલનથી પરમપવિત્ર બનેલ આચાર્યાદિ દરેક શ્રમણ-શ્રમણીઓના પાર્થિવદેહને કાળધર્મભૂમિથી દૂરના પ્રદેશમાં અગ્નિસંસ્કાર માટે વાહનમાં લઈ જવાનો શ્રમણસંમેલન સ્પષ્ટ નિષેધ કરે છે.
૬૨) સમુદાય પરિવર્તન
કોઈપણ સમુદાયના સાધુએ સકારણ અન્ય સમુદાયમાં દાખલ થવું હોય તો બન્ને સમુદાયોના નાયકોની લેખિત સંમતિ મેળવવી આવશ્યક છે. નાયક આદિ વડિલોએ પણ સાધુ-સાધ્વીજીનો એવો કોઈ ગંભીર ગુનો ન હોય તો તેમને સમુદાય બહાર ન કરતાં સમજાવીને પોતાની પાસે અથવા જ્યાં તેની સંયમની સાધના સારી રીતે સધાતી હોય ત્યાં રહેવાની અનુમતિ આપી સાધુ-સાધ્વીજીને સંયમમાં સ્થિર કરવાં.
૬૩) ઉદ્ભટ વેશ ત્યાગ
ધર્મ અને આર્યસંસ્કૃતિની મર્યાદાનુસાર ઘરમાં પણ ઉદ્બટ (શરીરચુસ્ત-ટૂંકા-પારદર્શક) વસ્ત્ર પહેરવાં યોગ્ય નથી જ, એટલે ખાસ કરીને જિનમંદિર
***
దంగపూజాజ
||૩||