________________
`તપાગચ્છીય
ભ્રમણ સંમેલન
વિ.સં. ૨૦૭૨
*
૫૫) સાધ્વી પ્રવચન
પ્રાપ્ત થતા શાસ્ત્રાધારો તથા નિકટના ભૂતકાળના અને વર્તમાનકાલીન પૂજ્યોના મંતવ્યો અનુસાર સાધ્વીજી ભગવંતોએ પુરુષોની હાજરીવાળી સભામાં પ્રવચનાદિ આપવાં નહિ.
૫૬) રાત્રિકાર્યક્રમમાં શ્રમણવર્ગની ઉપસ્થિતિ
રાત્રિમાં યોજાતા અંજનશલાકા, પ્રતિષ્ઠા આદિ પ્રસંગોના ચઢાવા, ભક્તિભાવના, બહુમાન, મેળાવડો, વંદના આદિ કોઈ પણ કાર્યક્રમોમાં સાધુસાધ્વીજી ભગવંતોએ હાજરી આપવી નહિ.
૫૭) શિલ્પ-જ્યોતિષ આદિનો અભ્યાસ
શિલ્પ-વૈદ્યક-જ્યોતિષ આદિ ગ્રંથોનો અભ્યાસ કોઈ પણ સાધુ-સાધ્વીજી ભગવંતોએ ગુર્વાજ્ઞા વિના ન કરવો, તેમજ તેનો ઉપયોગ સાંસારિક પ્રયોજનસર બિલ્કુલ ન કરવો.
૫૮) શ્રમણવર્ગ દ્વારા સંસારપોષક પ્રવૃત્તિ
દોરા-ધાગા-તંત્ર-મંત્ર-યંત્ર-રક્ષાપોટલી-મીંઢળ-મૂર્તિ-શંખ આદિ આપવા દ્વારા સંસારપોષક શાસ્ત્રનિષિદ્ધ પ્રવૃત્તિઓ શ્રમણજીવનની મર્યાદાને અત્યન્ત બાધક હોવાથી સાધુ-સાધ્વીજી ભગવંતોએ તેવી પ્રવૃત્તિઓ બિલ્કુલ કરવી નહિ.
૫૯) શ્રમણવર્ગની પરસ્પર ભેટપ્રવૃત્તિ
શ્રાવકોમાં તેમના વ્યાવહારિક પ્રસંગોમાં ચાલતી પ્રાસંગિક ભેટ-સોગાદ આપવાની પદ્ધતિ સાધુ-સાધ્વીજી ભગવંતોએ સ્વ-પરની દીક્ષાતિથિ-તપપૂર્ણાહુતિ
కరదను నడ
||૩||