________________
તપાગચ્છીય છે
શ્રમણ
સંમેલન વિ.સં.૨૦૭૨
વિશેષનોંધ : આવા માધ્યમો દ્વારા પ્રસારિત થતાં પ્રવચનાદિ શ્રીસંઘે સાંભળવાં-જોવાં નહિ કારણ કે આવાં માધ્યમોમાં ધર્મના મૂળરૂપ વિનય આદિ સચવાતાં નથી તેમજ આનાથી વ્યક્તિ સંસ્કારવિઘાતક અને જૈનત્વનાશક દશ્ય આદિ સાથે જોડાઈ જાય છે.
છે
૫૦) શ્રમણવર્ગ દ્વારા મોબાઈલ ઉપયોગ
સોલાર-સેલ કે ઈલેક્ટ્રીકથી ચાલતી કોઈપણ ચીજ દા.ત. મોબાઈલ-ઘડિયાળ-બેટરી વગેરે સાધુ-સાધ્વીજી ભગવંતોથી રાખી શકાય નહિ. એટલું જ નહિ, પણ એ ચીજોનો સ્પર્શ પણ કરી શકાય નહિ. સાધુના હાથમાં ઘો-મુહપત્તિ-પ્રત-પુસ્તક શોભે, મોબાઈલ નહિ. આવી ચીજો રાખવાથી, વાપરવાથી કે સ્પર્શ કરવાથી અગ્નિકાયની વિરાધનાના કારણે મહાવ્રતોમાં હાનિ થાય છે. સાધુ-સાધ્વીજી ભગવંત હાથમાં રાખીને કે દૂર રાખીને (સ્પીકરમાં) પણ મોબાઈલમાં બોલી-સાંભળી કે વાતચીત કરી શકે નહિ. તેથી તેવી પ્રવૃત્તિ કોઈપણ સાધુ-સાધ્વીજીએ તેમજ સામાયિક-પૌષધ-ઉપધાનમાં કોઈપણ શ્રાવક-શ્રાવિકાએ કરવી નહિ.
కాయనయన
మనలు
૫૧) સાધુજીવનમાં વાહન આદિનો પ્રતિષેધ
શ્રમણજીવનની મર્યાદાનુસાર તમામ પ્રકારનાં વાહનો પ્લેન-ટ્રેન-ગાડી વગેરેમાં મુસાફરી કરવી સાધુ-સાધ્વીજી ભગવંતો માટે સદંતર વર્ષ છે. વર્તમાનકાળમાં શ્રમણજીવનની આ મર્યાદામાં ક્યાંક બાંધછોડ અને શિથિલતા દેખાઈ રહી છે, તે તદ્દન બંધ કરી આ મર્યાદાનું કડકપણે પાલન કરવું. તે જ રીતે A.C., કુલર, પંખા, હિટર આદિ સંયમઘાતક સાધનોનો ઉપયોગ સાધુ-સાધ્વીજીએ કે સામાયિક-પૌષધમાં રહેલ શ્રાવક-શ્રાવિકાઓએ ન જ કરવો.
પ૨) પારિષ્ઠાપનિકા સમિતિ
પજવનિકાયની વિરાધનાનો ભયંકર દોષ લાગતો હોવાથી સાધુ-સાધ્વીજી ભગવંતો તેમજ સામાયિક-પૌષધવ્રતમાં રહેલ શ્રાવક-શ્રાવિકાઓ પોતાનાથી
I[૩૩]