________________
તપાગચ્છીય છે
શ્રમણ
સંમેલન છે. વિ.સં. ૨૦૭૨ 3
૪૮) વર્ષીદાન
ચાલુ વરઘોડામાં વર્ષદાન આપવાની આચરણા વિહિત અને પૂર્વમહાપુરુષો દ્વારા આચરિત છે અને આ પ્રવૃત્તિ શાસનપ્રભાવનાનું નિમિત્ત બનવા દ્વારા અનેકોને દીક્ષાધર્મ પ્રત્યે અહોભાવ પ્રગટાવનારી બનતી હતી. જે શાસ્ત્ર દ્વારા જાણી શકાય છે. માટે તેનો નિષેધ ન કરી શકાય. પરંતુ વર્તમાનકાળની વિષમ સ્થિતિમાં આ રીતથી ક્યારેક-ક્યાંક જાહેર માર્ગો પર અવ્યવસ્થા સર્જાતી દેખાય તો વર્ષીદાનનો વરઘોડાની પ્રવૃત્તિ સ્થળ અને સમયની અનુકૂળતા મુજબ એ રીતે કરવી જેથી લોકોમાં શાસન પ્રત્યેનો અહોભાવ વધારવામાં કારણ બને.
సోంపునుగునంగ్యంగ్యంగా
-: ચારિત્રાચાર :
ભૂમિકા સમ્યફચારિત્ર વિનાના માત્ર જ્ઞાન અને દર્શન મોક્ષ અપાવવા સમર્થ બનતાં નથી. તેથી રત્નત્રયરૂપ મોક્ષમાર્ગના મહત્ત્વપૂર્ણ અંગ ચારિત્ર ગુણને પ્રગટાવવા માટે પ્રભુએ સર્વવિરતિનો માર્ગ બતાવ્યો છે અને તે સર્વવિરતિ પાળવા અસમર્થ પણ સર્વવિરતિના ઉત્કટ અભિલાષક આત્માઓ માટે દેશવિરતિ ધર્મ બતાવ્યો છે. આ બંને પ્રકારના માર્ગને જીવનમાં લાવવા જરૂરી સમિતિ-ગુમિ આદિ રૂપ ચારિત્રાચારના સભ્યપાલન અને વિરાધનાત્યાગ માટેના નિર્ણયો :
గుజరాసంగం
૪૯) શ્રમણો દ્વારા માઈકમાં પ્રવચના
શ્રમણજીવનની મર્યાદા મુજબ સાધુ-સાધ્વીજી ભગવંતોથી પ્રવચન-વાચના આદિ કોઈ પણ પ્રસંગે માઈકમાં બોલી શકાય નહિ માટે સાધુ-સાધ્વીજી ભગવંતોએ માઈકમાં બોલવું નહિ. તેમજ પ્રવચનકાર ગુરુભગવંતોના પ્રવચનાદિનું ઓડીયો-વીડીયો રેકોર્ડીંગ કરવું-કરાવવું નહિ, તેમજ સી.ડી., ડી.વી.ડી., કેબલ કે ક્લોઝડ સર્કીટ ટી.વી. આદિ દ્વારા પ્રચારવું કે પ્રસારણ કરાવવું નહિ.
III