________________
તપાગચ્છીય છે
શ્રમણ સંમેલન વિ.સં.૨૦૭૨ -
થાય તે માટે શક્ય હોય ત્યાં સુધી તે સ્થાનોની નજીક રહેલું પોતાનું મકાન વેચવું જ નહિ, પરંતુ જે મકાન વેચવું અનિવાર્ય હોય તો વધુ નફો જોઈને એવા વર્ગને ન વેચવું કે જેથી આપણા ધર્મસ્થાનો જોખમમાં મૂકાવાની શક્યતા ઊભી થાય. શક્તિમાન જૈન અગ્રણીઓ આવા મકાનો લઈ શકે જેથી અન્યના હાથમાં ન જાય.
Eeraasuk
૪૬) હેરિટેજ
વાસ્તવિક દષ્ટિએ તમામ ધાર્મિક સંપત્તિઓની માલિકી શ્રીસંઘની જ હોય. આ તથ્ય શ્રીસંઘના સક્ષમ આગેવાનોએ સરકારના ધ્યાન પર લાવવું જોઈએ. જૈનશાસનની માલિકીની કોઈપણ પ્રાચીન સ્થાવર-જંગમ સંપત્તિ (પ્રત-પ્રતિમા-જિનાલય-પ્રાચીન અવશેષ આદિ)ને વર્લ્ડ હેરિટેજમાં ન જવા દેવી. અને અગાઉથી ચાલી ગયેલ જિનશાસનની તે-તે સંપત્તિને પાછી મેળવવા શ્રીસંઘે સુદઢ પ્રયત્ન કરવો જોઈએ.
૪૭) સાધર્મિક ભક્તિા
શ્રીઅરિહંતદેવ, નિર્ઝન્યગુરુ અને સર્વપ્રરૂપિત ધર્મને માનનારા સાધર્મિક ગણાય. આવા તમામ સાધર્મિક શ્રાવકો વાત્સલ્ય અને બહુમાનને પાત્ર છે, તમામની ભક્તિ યથા અવસરે યથાશક્તિ કરવી જોઈએ, આ માટે નીચે મુજબના વિકલ્પો વિચારી શકાય. ૧) દરેક શક્તિસંપન્ન શ્રાવક જો પોતાની શક્તિ મુજબ ૧-૨, ૫-૨૫ પરિવારોની જવાબદારી ઉપાડી લે તો ભારતભરના તમામ સાધર્મિકોનું
ઉત્થાન, ધર્મમાં સ્થિરીકરણ, રક્ષણ બહુમાનપૂર્વક થઈ શકે, તે માટે મદદ કે સહાય જેવા તુચ્છ શબ્દો ન વાપરવા. ૨) તે-તે સ્થાનિક સમાજ પોતપોતાના સમાજના તેવા સાધર્મિકોની જવાબદારી અંદરોઅંદર વહેંચી લે. ૩) તે-તે ગામ-વતનના શ્રાવકો પોતપોતાના ગામ-વતનના સાધર્મિકો માટેની જવાબદારી અંદરોઅંદર વહેંચી લે. ૪) આ જ રીતે તે-તે સંઘના ધોરણે પણ થઈ શકે. પરમાત્મ-શાસનની આ રીતે પણ ઉત્તમ સેવા-પ્રભાવના કરેલી ગણાશે.
ural
//૩૧