SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છીય છે શ્રમણ સંમેલન વિ.સં.૨૦૭૨ ૪૧) નવા મતોને અમાન્યતા સર્વજ્ઞસ્થાપિત આ શાસન શ્રમણપ્રધાન છે. આ શાસનમાં છર્ભસ્થ એવા સંસારત્યાગીઓ કે ગૃહસ્થો દ્વારા સ્થાપવામાં આવેલા કોઈ પણ મત કે ઉપાસનાપદ્ધતિને માન્યતા આપી શકાય નહિ. આ જ અનુસંધાનમાં પૂર્વના મહાપુરુષોએ પણ સમયે-સમયે આવા મતો સામે સકલ શ્રીસંઘ વતી સજડ વિરોધ પ્રદર્શિત કરી શ્રીસંઘને બચાવી લેવાના પ્રયત્નો કર્યા છે. ૪૨) પરમાત્મા સમક્ષ વિવેચન પરમાત્મા સમક્ષ પૂજા-પૂજનાદિમાં સાધુ-સાધ્વીજી ભગવંત, શ્રાવક-શ્રાવિકાઓ, વિધિકારકો કે ગાયકોએ ઉપદેશાત્મક કોઈ વિવેચન કરવું નહિ. ૪૩) શ્રમણવર્ગની નિંદા-નનામી પત્રિકા કોઈપણ સમુદાયના સંયમી સાધુ-સાધ્વીજી ભગવંતો પ્રત્યે મનમાં દુર્ભાવ-દ્વેષભાવ રાખવો નહિ. સૌએ પરસ્પર ઉચિત બહુમાન-ઔચિત્ય જાળવવું. દ્રષબુદ્ધિથી કોઈના દોષો પ્રગટ કરવા નહિ, નિંદા કરવી નહિ. નિંદા-કુથલીને પ્રોત્સાહન આપતી નામી કે નનામી પત્રિકા છપાવવી નહિ, વાંચવી, વંચાવવી કે પ્રચારવી નહિ. વળી આવા અન્ય કોઈ કાર્યમાં સહાયતા પણ કરવી નહિ. Parasararararasam ૪૪) જૈન શબ્દનો વપરાશ જૈન શબ્દ એ જાતિવાચક શબ્દ નથી પણ ધર્મવાચક શબ્દ છે, માટે ધર્મને માન્ય ન હોય તેવી સંસ્થા-મકાન-વાનગી-ધંધો-વ્યાપાર કે પ્રવૃત્તિ વગેરે સાથે જૈન શબ્દને જોડવો નહિ. દા.ત.: જૈન પાઉભાજી ૪૫) જૂનાં શહેર વગેરેના ધર્મસ્થાનોની સુરક્ષા અમદાવાદ-સુરત-ભરૂચ આદિ અનેક ગામ-નગરોમાં વસતા જૈનોએ ત્યાંના સ્થાનિક જિનમંદિરાદિ ધર્મસ્થાનોની સુરક્ષા જળવાય અને આશાતના ન
SR No.006085
Book TitleV S 2072 Year 2016 Tapagacchiya Shraman Sammelan Shastra ane Shastranusari Suvihit Parapmparanusar Sarva Sammat Nirnayo
Original Sutra AuthorN/A
AuthorTapagacchiya Shramanopasak Shree Sangh
PublisherTapagacchiya Shramanopasak Shree Sangh
Publication Year2016
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy