________________
તપાગચ્છીય
Rak్య
શ્રમણ
સંમેલન વિ.સં.૨૦૭૨
૩) બેસતા વર્ષે સર્વસાધારણનો ભંડાર જિનમંદિર સિવાય યોગ્ય સ્થળે સ્થાપિત કરવાનો ચઢાવો, તે ભંડાર સ્થાપિત કરનારનું નામ ભંડાર પર
એક વર્ષ રહે. દર વર્ષે બદલવાનું રહે. દેવદ્રવ્યાદિના ચડાવામાં સાધારણ ખાતાનો સરચાર્જ નાંખવો વગેરે પદ્ધતિ તદ્દન અશાસ્ત્રીય હોવાથી અમાન્ય છે.
Kostar
నరన
૩૭) ચડાવાની નવી વૈકલ્પિક પદ્ધતિ
ધાર્મિક સ્થાનોના નિર્માણનો અને ધાર્મિક અનુષ્ઠાનોનો લાભ એકથી વધુ લાભાર્થીઓ હોય ત્યારે શાસ્ત્રમર્યાદાનુસાર ચડાવા બોલાવીને આપવાની સુવિહિત પરંપરા ચાલી આવી છે. તેથી આવા પ્રસંગે ચડાવા બોલાવીને આદેશ આપવા. લકી ડ્રો, કુપન કે ચિઠ્ઠી નાખવી વગેરે પદ્ધતિથી આદેશો આપવા યોગ્ય જણાતા નથી. એ જ રીતે શાસ્ત્રમાન્ય ધનત્યાગની ઉછામણીના બદલે નવકારવાળી-સામાયિક આદિથી ચડાવા બોલાવીને આદેશો આપવાની વર્તમાનમાં ચાલી પડેલી પ્રથા યોગ્ય જણાતી નથી કેમકે ઉછામણી લઈને તાત્કાલિક દ્રવ્યની ચૂકવણીનો માર્ગ સામાયિક આદિની બોલીમાં સચવાતો નથી અને ધર્મદ્રવ્યની વૃદ્ધિ અટકવી ઈત્યાદિ અનેક દોષો સંભવે છે.
૩૮) ઉપજની ફાળવણી આદિ
‘ચાતુર્માસ-પ્રતિષ્ઠા-દીક્ષા આદિ સમયે થતી ઉપજમાંથી અમુક ટકા રકમ અમારા કહ્યા મુજબ ફાળવવી” આવા શરતી વ્યવહાર સાથે નિશ્રા આપતા કોઈપણ મહાત્માઓની નિશ્રામાં શ્રીસંઘે કોઈપણ આયોજન કરવાં નહિ, તેમજ શ્રીસંઘે પણ પ્રસંગ દરમ્યાન થયેલી આવકની ઉચિત ફાળવણી યોગ્ય જગ્યાએ યોગ્ય તપાસ કરીને તરત જ કરી દેવી જોઈએ. શ્રીસંઘે ઉપજનો સંગ્રહ કરવો નહિ. .
“ચાતુર્માસમાં આટલા સામૂહિક તપો, આટલી વાચનાશ્રેણીઓ, આટલા સંવેદનાના કાર્યક્રમો વગેરે થવું જ જોઈએ’ –એવો આગ્રહ સાધુ-સાધ્વીજી ભગવંતોએ રાખવો તે શ્રમણાચાર માટે યોગ્ય નથી. આ કારણે સામાન્ય ક્ષેત્રો સાધુ-સાધ્વીજીઓના ચાતુર્માસ કરાવતાં ય ગભરાતાં હોય છે. ધર્મોપદેશ દ્વારા
గంధం
unasena
|૨૮