________________
તપાગચ્છીય
શ્રમણ સંમેલન વિ.સં.૨૦૭૨
૨)
ચાલનાર, જિનદર્શન-જિનપૂજા-જિનવાણીશ્રવણ આદિ સદાચારોથી યુક્ત હોવી જોઈએ.
વિશેષનોંધ : ટ્રસ્ટી તરીકે નિમણુંક પામનાર વ્યક્તિ શ્રીશ્રાદ્ધવિધિપ્રકરણ, શ્રીદ્રવ્યસમતિકા વગેરે ગ્રન્થમાં જણાવેલ વહીવટદારના ગુણોવાળી, દેવ-ગુરુ-ધર્મ અને ધર્મશાસ્ત્રને સમર્પિત, અભક્ષ્યભક્ષણાદિના ત્યાગવાળી અને ફોજદારી ગુનામાં ન સંડોવાયેલી હોય તેવી હોવી જોઈએ.
૩૬) સાધારણદ્રવ્ય વૃદ્ધિ
શ્રીસંઘ દ્વારા જિનમંદિરોમાં રખાતા પૂજારીઓ ભગવાન માટે નથી, પરંતુ શ્રીસંઘની પૂજાની વ્યવસ્થા માટે છે તેથી પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી ન આપવો જોઈએ પરંતુ શ્રીસંઘે પોતાની વ્યક્તિગત રકમમાંથી અથવા સાધારણ ફંડમાંથી આપવો જોઈએ. પરંતુ હાલમાં જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જેવી કે – સાધારણખાતાના ખર્ચને પહોંચી વળવા ઊભાં કરાયેલાં સાધારણ અનામત ફંડનાં વ્યાજ ધીરે ધીરે ઘટી રહ્યાં છે, પૂજારી-અન્ય કર્મચારીઓના પગાર વધી રહ્યા છે, તો શી રીતે પહોંચી વળવું? સંઘોની આ ફરિયાદ દૂર કરવા માટે નીચેની બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ :
૧) આ ક્ષેત્રની જરૂરીયાત અંગે ઉપદેશમાં ભારપૂર્વક સમજાવી શકાય.
૨) ચાતુર્માસિક અનુષ્ઠાનો, અન્ય પ્રસંગો, તપના પારણાઓ, વરઘોડાઓ વગેરેના ખર્ચ માટે સાધારણડનો ઉપયોગ ન કરવો. સાધારણ ડનો ઉપયોગ વહીવટીખર્ચમાં જ કરવો જોઈએ.
૩) સાધારણદ્રવ્યની ઓછપના કારણે દેવદ્રવ્યભક્ષણાદિ દોષોની શક્યતા હોવાથી વાર્ષિક ટીપોમાં સૌપ્રથમ સાધારણની ટીપ થયા પછી અન્યાન્ય ટીપ કરી શકાય.
ઉપરોક્ત કાળજીઓ લેવા સાથે નીચેના શાસ્ત્રસાપેક્ષ વિકલ્પો પણ વિચારી શકાય.
૧) બેસતા વર્ષે ઉપાશ્રયનું દ્વારોદ્ઘાટન કરવાનો ચઢાવો, કંકુના થાપા કરવાનો ચઢાવો, સકળસંઘ પર અમીછાંટણાં કરવાનો ચઢાવો. ૨) ચાતુર્માસ પ્રવેશના દિવસે પ્રવચન હોલ ખુલ્લો મૂકવાનો ચઢાવો.
Re
Eroto
112011