________________
તપાગચ્છીય
શ્રમણ
સંમેલન વિ.સં. ૨૦૭૨ -
Forneer
વિશેષ નોંધ : દેવદ્રવ્ય વહીવટ અંગે આવશ્યક માર્ગદર્શન.
કોઈપણ પ્રકારનું દ્રવ્ય એકવાર અર્પણ કરાયા બાદ તેની માલિકી અર્પણ કરનારની રહેતી નથી. દ્રવ્ય અર્પણ કરનાર વ્યક્તિ તે દ્રવ્યથી પોતાનું કોઈ કાર્ય કરી શકે નહિ. જેમકે સાધુભગવંતને એકવાર કામળી અર્પણ કરી તે જ કામળી તેમની પાસેથી લઈને ફરી વહોરાવી શકાય નહિ. તે જ રીતે પ્રભુને અર્પણ કરેલું દ્રવ્ય ફરી પોતાના પૂજા આદિ કાર્યો માટે લઈ શકાય નહિ. પ્રભુને દ્રવ્ય અર્પણ નીચેની મુખ્ય બે રીતે થાય છે : ૧. ભંડારમાં મૂકાતું દ્રવ્ય. ૨. પૂજાની, અંજનશલાકાની, પ્રતિષ્ઠા-ધ્વજારોપણની, સુપન ઉતારવા આદિની, વરઘોડાની વગેરે પ્રભુસંબંધી બધી જ ઉછામણી દ્વારા આવતું દ્રવ્ય.
તેથી ભંડારનું તથા ઉપરોક્ત ઉછામણી દ્વારા આવેલા દ્રવ્યમાંથી શ્રાવકોએ કરવાની પ્રભુપૂજા માટેની સામગ્રી લાવી શકાય નહિ. વિ.સં. ૨૦૪૪માં યોજાયેલ મર્યાદિત શ્રમણસમેલન સમસ્ત સંઘમાં માન્ય ન બનવાનાં અનેક કારણો પૈકી એક કારણ એ હતું કે તે સંમેલનમાં પૂર્વના સંમેલનોની પરિપાટીને બદલીને જે કલ્પિત દેવદ્રવ્ય ન ગણી શકાય એવા પણ ઉપર સૂચવેલા બંને પ્રકારના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્ય ગણવામાં આવ્યું હતું. તે તેમજ ધર્મદ્રવ્ય વ્યવસ્થાને લગતા જે બીજા પણ કેટલાક નિર્ણયો લેવાયા હતા, તે ઠરાવો પણ શાસ્ત્રસંમત નથી.
Homepasurapanent
r
i ng
૩૫) ટ્રસ્ટીઓની પાત્રતા
ટ્રસ્ટીવર્ગની નિમણુંક માત્ર ધનના ધોરણે ન કરવી, પણ ધર્મશ્રદ્ધા તેમજ ધાર્મિક વહીવટી જ્ઞાનને પણ પ્રધાનતા આપી કરવી.
આ અંગે સામાન્યથી નીચેની બાબતો ધ્યાનમાં લઈ શકાય :- નિમણુંક ઈલેકશનની નહિ, પણ સિલેક્શનની પદ્ધતિથી થવી જોઈએ. - ટ્રસ્ટી તરીકે જેમની નિમણુંક કરવાની હોય તે વ્યક્તિ પ્રામાણિક, હિસાબમાં કુશળ, ધાર્મિક વહીવટી જ્ઞાન ધરાવનાર, સંઘને સાથે લઈને
esting