________________
సమరస
તપાગચ્છીય શ્રમણ સંમેલન વિ.સં.૨૦૭૨
૧૫) પુસ્તકોની આશાતના
જરૂરી ન જણાતાં પુસ્તક-પત્રિકા આદિ રખડતાં મૂકવાં નહિ. તેથી જ્ઞાનની આશાતના થાય છે. ઉપાશ્રયાદિ ધર્મસ્થાનોમાં પણ મૂકી શકાય નહિ, કારણ કે તેથી શ્રીસંધ ઉપર કાર્યભાર વધે છે. આવા પુસ્તકાદિનું જયણાપૂર્વક પાણી વિનાના કૂવા, નદીની સૂકી કોતરો, પર્વતની ખીણો વગેરે કે જ્યાં મનુષ્યાદિનો પગ ન આવે તેવી અશુચિરહિત ભૂમિમાં વિસર્જન કરવું જોઈએ.
-: દર્શનાચાર ઃભૂમિકા
શાસ્ત્રકારો ફરમાવે છે કે ‘સમ્યગ્દર્શન ગુણ વિનાની કોઈ પણ ધર્મકરણી મોક્ષ અપાવવા સમર્થ નથી'. આ સમ્યગ્દર્શન ગુણ પ્રગટાવવા માટેનો અમોઘ ઉપાય દર્શનાચાર છે. જેમાં મુખ્યત્વે નિઃશંકતા વગેરે આંતરિક અને દેવ-ગુરુ-ધર્મ અને ધર્મીની ભક્તિ-આશાતનાત્યાગ વગેરે બાહ્ય આચારોનો સમાવેશ થાય છે. તે દર્શનાચારના સમ્યક્પાલન અને વિરાધનાત્યાગ માટેના નિર્ણયો :
૧૬) શ્રી શત્રુંજય મહાતીર્થ
વ્યક્તિગત દ્રવ્યથી કે સાધારણ ખાતામાંથી જ થઈ શકે તેવાં કાર્યો દેવદ્રવ્યથી થાય તે શ્રીસંઘ માટે મોટામાં મોટા દોષનું કારણ છે. ક્યાંક અજ્ઞાનતા, દેખાદેખી, કદાગ્રહ કે સાધારણદ્રવ્યના અભાવથી શ્રીસંઘનો સાધારણદ્રવ્યથી જ કરી શકાય તેવો વહીવટી કાયમી ખર્ચ દેવદ્રવ્યથી કરવામાં આવતો હોય છે. આને દૂર કરવા માટે એક મુખ્ય તીર્થમાં જો આદર્શ ઉભો થાય તો અન્ય તીર્થો અને શ્રીસંઘો પણ તે માર્ગે ચાલતા થાય. શ્રીશત્રુંજય ગિરિરાજ ચૌદ રાજલોકમાં સૌથી મહાન તીર્થ છે, તીર્થાધિરાજ છે. શ્રીસીમંધરસ્વામી ભગવાન પણ મહાવિદેહક્ષેત્રમાં બાર પર્ષદા વચ્ચે આ તીર્થાધિરાજનો અચિત્ત્વમહિમા વર્ણવે છે. આપણા સૌના સૌભાગ્યે અનાયાસે આ તીર્થાધિરાજની ભક્તિનો અવસર મળ્યો છે. તેથી આ શ્રમણસંમેલન ભારપૂર્વક ભલામણ કરે છે કે
*****
నగజి
||૧૮||